← પદ-૮૩ રસિકવલ્લભ
પદ-૮૪
દયારામ
પદ-૮૫ →



પદ ૮૩ મું

મર્યાદા સૃષ્ટિ જે વખાણી જી; તેહેની હેતુ હરિની વાણી જી,
મન થકી ઉપની સૃષ્ટિ પ્રવાહ જી, સહુનું કારણ રાધાનાહજી.
પૃષ્ટ-સૃષ્ટિ છે સહુથી શ્રેષ્ઠ જી; શ્રી પુરુષોત્તમ જેહેના ઇષ્ટ જી,
તે શ્રીપુરુષોત્તમ સ્વયમેવ જી; દ્વિજકુલ પ્રકટ્યા વલ્લભદેવ જી.

ઢાળ

ઉથલો શ્રીવલ્લભદેવોત્મજ સંકુલ શ્રી વિઠ્ઠલેશાચાર્ય;
પરબ્રહ્મ પૂરણ આપ પ્રગટ્યા દૈવી કરવા કાર્ય.
પથ-પુષ્ટિ પ્રકટ કરયો પુનિત પ્રથવીંતળ્યે પરમેશ;
કેવળ પ્રમેય બળ્યે કરી તારવા દૈવી આશેષ.
શરણાત્મભાવ્યેં શરણ ગ્રહિ સેવવા સુંદરશ્યામ,
વિશ્વાસ દૃઢ હરિ સંત ગુરુ, નહિ અવર સાધન કામ.
સમપર્તિ વસ્તુ લે નહિ, આશ્રય અનન્ય અખંડ,
તદઅર્થ સાધન સકળ શ્રીગુરુ કરે હતિ સહુ દંડ.
શુભ કૃતિ સહુ સહજ્યે બણે બળ કૃષ્ણ કરુણાદૃષ્ટિ,
નિજ બળ્યેં લીલા નિત્ય આપે નંદસુત સુરસૃષ્ટિ.

એ શ્રીવલ્લભકૃત પૃષ્ટિપથ શિવ બ્રહ્માનો ન પ્રવેશ,
વણશ્રમ મળે જન દયા-પ્રીતમ કૃષ્ણ શ્રી રાધેશ.