← પદ-૮૮ રસિકવલ્લભ
પદ-૮૯
દયારામ
પદ-૯૦ →


પદ ૮૮ મું

યુગલ રૂપનું સ્મરશ્રમવારીજી શ્રીયમુનાજી શુભકારીજી;
તુયપ્રિયા શ્રી હરિનાં કહાવેજી, સ્વભાવ સમતા કોઈ ન આવેજી.
પિયુ આદ્ય સૌને સુખરૂપજી, કોશ કૃપાના અત્ય અનૂપજી;
સ્વભાવ જીત્યાનો ન ઉપાયજી, તે જીતાવે યમુના માયજી.

ઢાળ

એ માય કૃષ્ણા કૃષ્ણરૂપિણી, કરે ઉજ્જવલ દાસ;
સહજે થયું પયપાન પાપી, તદપિ નહિ યમત્રાસ.
ન સ્નાન સુકૃત નુતન તનુ, યોગ્યતા સેવન કૃષ્ણ;
અહો સપ્તસાગરભેદિની, નિજ્જન પૂરક તૃષ્ણ.
સદ્ય સ્મરણ કરતાં માત્રમાં લય પાપ સહુ સંતાપ;
શ્રીયમુનાજી બીજાં નથી, શ્રીકૃષ્ણ પૂરણ આપ.
શ્રીતુલસીજી હરિ પ્રિયા તે પણ, રાધા મૂલ સંબંધી;
શ્રી મુખ્યસ્વામિની કેરડાં, એ છે શ્રીઅંગ સુગંધી,
પતિવ્રતાપણું શું અન્ય ભક્તિ, વલ્લભ શ્રીહરિ જેહ;
શ્રીવૃંદાજીની કૃપા વણ, પ્રાપ્તિ ન કોઈને તેહ.
શ્રીતુલસીદાસજીના સંબંધ વણ, કશું અંગીકાર ન ઈશ;
કૃષ્ણપદ પ્રિય દયાપ્રીતમ, ધરે શાલગ્રામજી શીશ.