રાષ્ટ્રિકા/સ્વાત્મનિંદા
← રાષ્ટ્રિકા/આધુનિક ભારત (ઇ. સ. ૧૯૦૧) | રાષ્ટ્રિકા સ્વાત્મનિંદા અરદેશર ખબરદાર |
રાષ્ટ્રિકા/ઓ હિંદ → |
સ્વાત્મનિંદા[૧]
• રેખતા •
અમો રણબાયલા પૂરા !
અમોને ના ગણો શૂરા !
અમારી હિન્દ આ પીડે,
રહ્યું શૂરત્વ અમ મીંડે ! ૧
અમે નથી કાઈ રણરંગી,
અમોને ના ગણો જંગી !
અમારી આ દશા બૂરી
અમે પોતે કીધી પૂરી ! ૨
અમે પૂરા થયા બાવા !
અમારા રંગ તો આ’વા !
અમારી ક્યાં રહી ભૂમિ ?
દશા આ પ્રેમથી ચૂમી ! ૩
અમે આ તો ધર્યા ભગવાં !
હવે દિલ તો ન ડગડગવાં !
અમારી બુદ્ધિ તો બુઠ્ઠી,
હવે વૈરાગ્યમાં ઊઠી ! ૪
અમે તો કર્મના છઇયે !
કપાળે હાથ નિત દઇયે !
અમારી આંખ તો મીંચી
વૃથા કૈં હાય દે નીચી ! ૫
અમે પોકારિયે ક્યાં રે ?
અમે હોકારિયે કયાં રે !
અમારી જીભ બહુ ટૂંકી !
અમારો શ્વાસ રહે ફૂંકી ! ૬
અમે તો ભાગ્યના વંકા !
પડે તો ક્યાં વિજયડંકા ?
અમારી હિન્દ આ રડતી;
અદલ બુટ્ટી નહી જડતી ! ૭
- ↑ ઇ. સ. ૧૯૦૨.