રાસચંદ્રિકા/અબોલા
← રૂપ | રાસચંદ્રિકા અબોલા અરદેશર ખબરદાર |
રૂસણાં → |
અબોલા
♦ માને તારું તે તો ઘેલડી ♦
બોલે તે તો છે ઘેલી બાપડી,
તમારી સાથે
બોલે તે તો છે ઘેલી બાપડી !—
મીઠું મીઠું બોલી તમે હૈડું હરી લ્યો છો,
ભૂલમાં ખવાડો પછી થાપડી !
તમારી સાથે૦ ૧
જાદુગર જાદુ કરી ચિત્ત લે છે ચોરી,
રહેતું પછી કહો શું પાસે આપડી?
તમારી સાથે૦ ૨
નિશ્ચય કીધો આ, કદી તમથી ના ભોળાવું,
ડૂબે મારી અધવચે તરાપડી !
તમારી સાથે૦ ૩
રોજ રોજ ઘેલુડી ને વહાલુડી ને બાલુડી
સુણવાં એવાં વેણ શું નીચાં પડી ?
તમારી સાથે૦ ૪
પાંચ જણની વચ્ચે મારે થાય જોવા જેવું,
તમારે તો જાણે છે મજા પડી !
તમારી સાથે૦ ૫
મેઘ જેવા ગાજશો ને મેઘ જેવા વરસશો,
અમારી તો ભીંજે આ એક કાપડી !
તમારી સાથે૦ ૬
જાઓ રે ઠગારા ! હવે હું તો નહીં બોલું :
પણ આ અદ્દલ મનને શી પડાપડી !
તમારી સાથે
બોલે તે તો છે ઘેલી બાપડી ! ૭