રાસચંદ્રિકા/નથનું મોતી
← ફૂલડાં | રાસચંદ્રિકા નથનું મોતી અરદેશર ખબરદાર |
ગૃહદ્વારનાં બેલડિયાં → |
નથનું મોતી
♦ ગરબી - રાગ દેશ - તાલ ધુમાળી . ♦
મને આપ હો રાધા રે તારી નથનું મોતી !
નથનું મોતીરે તારા સતનું મોતી:
મને આપ હો રાધા રે૦—
નથનું મોતી તો મારા જિગરની જ્વાળા:
કાળા અંધારામાં એ પથની જ્યોતિ:
મને આપ હો રાધા રે૦ ૧
નથનું મોતી તો મારા આત્માનું અમૃત:
નથને કે નાથને તું ગતમાં મો'તી?
મને આપ હો રાધા રે૦ ૨
રતન દરિયાવનું કે તારાનું ટીપું:
કાઢ્યું મેં તારે મુખે મતમાં ગોતી:
મને આપ હો રાધા રે૦ ૩
મોતી વિના વહે આંખે મોતીની ધારા :
રાધા ! એ દાને રહે તું છતમાં સો'તી! —
મને આપ હો રાધા રે તારી નથનું મોતી !
સતનું મોતી એ તારી નથનું મોતી:
મને આપ હો રાધા રે૦ ૪