← ભાઈબીજ રાસતરંગિણી
સીમન્ત
દામોદર બોટાદકર
વાત્સલ્ય →



સીમન્ત
(સેનલા ઇંઢોરેણી રે રૂપા કેરું બેલડું રે લોલ;
પાણી ગ્યાં'તાં સરવરિયાને તીર–એ ઢાળ.)

સોનલા કચોળું રે હીરે જડી કાંસકી રે લોલ,
રંગભર્યા બેસણિયે બાજોઠ;
વાટડી નિહાળે રે સહિયર સંગની રે લોલ,
હીંચે એને કાળજડે કંઈ કોડ,

<poem>

ઓરડેથી આવો રે ગુણિયલ ગોરાણી રે લોલ, આવો મારી વંશવધારણ વેલ, પિયરપનેાતા રે શીયળસેાહામણાં રે લોલ, આવો શીળી સાસરિયાની સેર.

કુળવહુવારુ રે આવો તમે આજનાં રે લોલ, આવો એવાં કાલ્યતણાં કંઈ માય; ધીરે-ધીરે ધારી રે ચરણ સુલેાચના રે લેલ. મેાંઘા ઉર-માણક ના મચકાય.

જીવડાને સાટે રે લેજો એને જાળવી રે લોલ, છે રૂડી અમરાપરની અાશ; ઉર અજવાળે રે, મુજ પર મહાલતા રે લોલ, આછા એના ચળકંતા ચળકાટ.

મનડે મધુરાં રે સોહે સુખસાણલાં રે લોલ, ઝીણી-ઝીણી આળસ ઉપજે અંગ; ઘેનમાં ઘેરાતી રે અાંખડી ઉઘાડજો રે લોલ, જો જો સખિ ! આજ તણા ઉછરંગ.

કેશમાંહિ ગૂંથું રે મોતી મોંઘા મૂલનાં રે લોલ, સીંચું રૂડા સેંથલડે સિંદૂર; રાખડી રચાવે રે નણદલ નેહની રે લોલ;

ઊડી એને આશિષ ઉછળે ઉર.

માથડે ધરાવું રે મણિમય ઓડિયો રે લોલ,
ઝીલો એવા જનનીભવના ભાર;
શ્રીફળ સલુણી રે ! ખોળે પરું ખાનગી રે લોલ;
દેજો એવા અમને ફાલ રસાલ;

રાજતણી રીઝે રે સોણલે ન સાંપડે રે લોલ,
સુર પણ લેઈ શકે નહિ લ્હાણ,
અજબ અમૂલાં રે પિતરુ પોખતાં રે લોલ;
દેજો એવાં સુતનાં દોહ્યલાં દાન.

વાજતી વધાઈ રે મહિયર મોકલો રે લોલ,
મલપતી અાવે 'ધણ'ની માત;
આજનું અનેરું રે જોઈ મુખ જાઈનું રે લોલ,
થાયે રૂડાં હૃદય ભરી રળિયાત.

જૂઠડાં શું જાણે રે મદભર્યાં માનવી રે લોલ ?
આવો રૂડો અણમાપ્યો ઉપકાર;
રણમાં રચાવે રે વાડીઓ વસંતની રે લોલ,
એ તો અલબેલડીનો અધિકાર.