રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/વિકટ નિતંબા
← કલાવતી (પહેલી) | રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો વિકટ નિતંબા શિવપ્રસાદ દલપતરામ પંડિત |
યશોદા કુમારી → |
११२-विकट नितंबा
આ સન્નારી એક પરમ વિદુષી હતી. કવિતા સારી લખતી. રાજશેખરે સૂક્તિ મુક્તાવલિ ગ્રંથમાં એની પ્રશંસા કરતાં કહ્યું છેઃ “વિકટ નિતંબાની જે વાણીથી રંજિત થયેલા કથા પુરુષો પોતાની કાન્તાઓનાં મુગ્ધાથી મધુર લાગતાં વચનો નિંદતા નથી ? ”
સુભાગ્યે જે વાણી ઉપ૨ રાજશેખર આટલો બધો કુરબાન થયો હતો તે છ શ્લોક જળવાઈ રહ્યા છે.
એક અન્યોક્તિના શ્લોકમાં એ કહે છે કે, “હે ભમરા ! તારો ઉપમર્દ સહન કરી શકે એવી બીજી ફૂલવાળી લતાઓમાં તારા લોલ મનને આનંદ પમાડ; પણ આ નવમાલિકાની મુગ્ધાનના રજ વિનાની નાની કળીને અકાળે શા માટે પીડે છે ?"
બીજા એક શ્લોકમાં એ કહે છે: –
"હે દેવહુતિકા ! બારણુમાં મોટો કરેલો આંબો શા કામનો? એ પાપી સહકાર તો ઝેરનું ઝાડ છે; કેમકે એના થોડા પણ વિકાસથી મદનજ્વરનો ઘોર સન્નિપાત થાય છે. ”
ગોવિંદ સ્વામી સભ્યાંલકારમાં વિકટ નિતંબાના શ્લોક છે.