શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/પ્રતિક્રમણ સમાપ્તિ સૂત્ર

← ૬. પચ્ચક્ખાણ આવશ્યક શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)
પ્રતિક્રમણ સમાપ્તિ સૂત્ર
[[સર્જક:|]]
ક્ષેત્રવિશુદ્ધિની વિધી →


સ્વામીનાથ સામાયિક ૧, ચઉવિસંથો ૨, વંદના ૩, પ્રતિક્રમણ ૪ અને કાઉસ્સગ ૫, અને પચ્ચક્ખાણ ૬ એ છ આવશ્યક પૂરા થયા, તેને વિષે શ્રી વીતરાગ દેવની આજ્ઞામાં કાનો, માત્રા, મીંડુ, પદ, અક્ષર, ગાથા સૂત્ર ઓછું અધિક વિપરીત ભણાયું હોય તો અરિહંત સિદ્ધ ભગવાનની સાખે તસ્સ મિચ્છામિ દુક્કડં.

મિથ્યાત્વનું પ્રતિક્રમણ અવ્રતનું પ્રતિક્રમણ્ પ્રમાદનું પ્રતિક્રમણ કષાયનું પ્રતિક્રમણ અશુભ જોગવું પ્રતિક્રમણ એ સર્વ મળી ૮૨ બોલના પાંચ પ્રતિક્રમણ ૧૨૪ દોષ ટાળીને ન પડિક્કમાયાં હોય તેને વિષે અતિક્રમ વ્યતિક્રમ અતિચાર અણાચાર જાણતાં અજાણતાં કોઇ પણ જાતનાં પાપ દોષ લાગ્યો હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવળી ભગવાનની સાખે તસ્સ મિચ્છામિ દુક્કડં

ગયા કાળનું પ્રતિક્રમણ, વર્તમાન કાળનો સંવર અને આવતા કાળના પચ્ચક્ખાણ તેને વિષે કોઇ પાપ દોષ લાગ્યો હોય તો અરિહંત અનંત સિદ્ધ ભગવાનની સાખે તસ્સ મિચ્છામિ દુક્કડં કરેમિ મંગલં મહા મંગલં મંગલં (અહીં ત્રણ નમોત્થુણ થઈથુ કહેવા) ત્યાર બાદ ૩ વખત ‘તિક્ખુતો’ બોલી નવકાર મંત્ર બોલવો



સ્વામીનાથ  ! સામાયિક એક, ચૌવેસત્થો બે, વંદના ત્રણ, પ્રતિક્રમણ ચાર, કૌસ્સગ પાંચ અને છઠ્ઠા પચક્ખાણ. આ છ એ આવશ્યક પૂરાં થયા એને વિષે શ્રી વીતરાગ દેવની આજ્ઞામાં કાનો, માત્રા, મીંડું, પદ, હ્રસ્વ, અક્ષર, ગાથા, સૂત્ર, ઓછું અધિક, વિપરીત ભણાયું હોય, તો અરિહંત અનંતા સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.

મિથ્યાત્વનું પ્રતિક્રમણ, અવ્રતનું પ્રતિક્રમણ, પ્રમદનું પ્રતિક્રમણ, કષાયનું પ્રતિક્રમણ; અભુભયોગનું પ્રતિક્રમણ. આ સર્વ મળી ૮૨ બોલનું પ્રતિક્રમણ ૧૨૪ દોષ ટાળી સમીરીતે, ન પડિકમ્યું હોય. એને વિષે અતિક્રમ વ્યતિક્રમ, અતિચાર, અનાચાર , જાણતાં અજાણતાં, મન વચન કાયા કરી કોઈ પણ પાપ દદોષ લાગ્યો હોય તો અરિહંત અનંતા સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.

ગયાકાળનું પ્રતિક્રમણ, વર્તમાન કાળનો સંવર અને આવતાં કાળના પચ્ચખાણ. એને વિષે કોઈ પાપ દોષ લાગ્યો હોય , તો અરિહંત અનંતા સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.

સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, અને આસ્થા. સાચાની શ્રદ્ધા, ખોટાનું વારંવાર મિચ્છા મિ દુક્કડં.

દેવારિહંત, ગુરુ નિર્ગ્રંથ, કેવલી ભાષિત દયામય ધર્મ. આ ત્રણ ત્તત્ત્વ સાર, સંસાર અસાર.

ભગવંત ! આપનો માર્ગ સત્ય છે.

તમેવ સચ્ચં ! તમેવ સચ્ચં !

કરેમિ મંગલં, મહા મંગલં, થવ થુઈ મંગલં.

અહીં ત્રણ "નમોથ્થુણં" બોલવા.