શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/ક્ષેત્રવિશુદ્ધિની વિધી

← પ્રતિક્રમણ સમાપ્તિ સૂત્ર શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)
ક્ષેત્રવિશુદ્ધિની વિધી
[[સર્જક:|]]
પ્રતિક્રમણ કરવાની વિધિ →


ક્ષેત્ર વિશુદ્ધિની વિધિ

પૌષધ, સંવર, યા સામાયિક ગ્રહણ કરેલ હોય. અને ૨૪ મિનિટ (=૧ ઘડી) થઈ ગયેલ હોય, તો "ક્ષેત્રવિશુદ્ધે"ની આજ્ઞા એમ બોલીને પૂર્વ તથા ઉત્તરદિશા (ઈશાન કોણ) તરફ મુખ કરીને સીમંધર સ્વામીને સવિધિ ત્રણ વંદના કરવી. (પૂ. સાધુ-સાધ્વીજીઓ બિઓરાજતા હોય તો તેઓને વંદના કરી આજ્ઞા લેવી.)

યથા શક્તિ ઊભા રહીને 'સામાયિક સૂત્ર' ના ૧ થી ૪ પાઠ બોલવા. ત્યાર પછી કાઉસ્સગ કરવો. કાઉસ્સગ્ગમં "ઈચ્છામિ પડિક્કમિઉં થી... તસ્સ આલોઉં" (કાઉસ્સગમાં 'મિચ્છા મિ દુક્કડં' શબ્દ વબોલવો નહિ.) સુધી મનમાં બોલી પ્રગટપણે "નમો અરિહંતાણ" બોલી કાઉસ્સગ્ગ પારવો. ત્યાર પછી "લોગસ્સ" બોલવો. ત્યાર પછી ડાબો ઢીંચણ ઊભો રાખીને "ત્રણ નમિત્થુણં" બોલવા

ક્ષેત્ર વિશુદ્ધિની વિધિ સમાપ્ત