પ્રિય Hitesh987, ગુજરાતી વિકિસ્રોતમુક્ત સાહિત્યસ્રોતમાં જોડાવા બદલ આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે.

  • જગતભરના ગુજરાતી સાહિત્યરસિકો દ્વારા સંકલિત વિકિસ્રોત એ એક મુક્ત સાહિત્યસ્રોત કે મુક્ત પુસ્તકાલય કે ઓનલાઈન લાયબ્રેરી છે, જેમાં પ્રકાશનાધિકાર એટલે કે કૉપીરાઈટની સીમાથી બહાર હોય એવું સાહિત્ય સંપાદિત કરી શકાય છે.
  • વિકિસ્રોત:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને પાટી પર થોડો મહાવરો કરવાથી આ સાહિત્યસ્રોતમાં આપ સંપાદન કે સહકાર્ય કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો. અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિમીડિયનોને જણાવી શકો છો. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. અને તમે કરેલા યોગદાનની તવારીખ નોંધાય છે એટલે વિકિસ્રોત ઉપર હમેશાં લોગ ઇન કરીને જ સહકાર્ય કરો અને આપના સહકાર્યનો લાભ બીજાને પણ આપો.
  • નવી કૃતિ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવી કૃતિ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો સભાખંડ પર જઈને અન્ય સભ્યોને પૂછી શકો છો.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહિંયા પણ જુઓ : હાલ માં થયેલા ફેરફાર, કોઈ પણ એક કૃતિ.
  • વિકિસ્રોત પર સમયાંતરે સહકારી ધોરણે પુસ્તકો ચડાવવાની પરિયોજના ચાલુ હોય છે. આની વિશેષ માહિતી આપને મુખપૃષ્ઠ પર મળી રહેશે.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.

-- Sushant savla ૧૦:૧૨, ૯ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર

મુરબ્બી શ્રી Hitesh987,

પરિયોજના રાસચંદ્રિકામાં જોડાવવા બદ્દલ આભાર. જત જણાવવાનું કે આ પરિયોજના હાલમાં પૂર્ણ થવામાં છે. ૯૯% કાર્ય સંપન્ન થયું છે. જો આપ નવી પરિયોજના માં જોડાવા ઇચ્છો તો હવે ચાલુ થનારી પરિયોજના [ક્યારો] માં જોડાઈ શકો છો. આભાર

--Sushant savla (talk) ૧૩:૧૪, ૯ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર


Thanks. Hu kevi rite navi pariyojana, Kyaro, ma jodai saku? tena mate page kayu chhe, karan ke aapel link ma kharab shirshak em batave chhe.

હિતેષભાઈ,
અહીં તુલસી ક્યારોની કડી ક્લિક કરીને આપ જોડાઈ શકશો.
આ સિવાય કોઈ તકલીફ પડે તો મારો નંબર ૭૭૩૮૧૮૨૮૦૦ છે. તેના પર સંપર્ક કરી શકશો.
--Sushant savla (talk) ૧૩:૩૮, ૯ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર

મેં પાનું લખિયું છે તે એક વાર જોવા વિનંતી

ખૂબ જ સરસ

ફેરફાર કરો

વાહ એક જ દિવસ માં તમે ખૂબ જ ઝડપથી શીખી ગયા. તમે પાનું નંબર ૧ લખ્યું છે, તે હું જોઈ જઈશ. આજ રીતે આપ આગળ લખીને પ્રકરણ પૂર્ણ કરી શકશો. આ સિવાય આપના સભ્ય પાના પર (ઉપર જોશો એક ટેબ છે "સભ્ય પાનું") આપની ઓળખ આપવા વિનંતી. --Sushant savla (talk) ૨૧:૧૫, ૯ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર

આગળનું પાનું

ફેરફાર કરો

હિતેષભાઈ આગળના પાના પર જવા માટે ઉપર બ્લુ રંગનું > આકારનું ચિહ્ન છે તેના પર ક્લિક કરશો તો તમે નવા પાના પર જઈ શકશો. તે સિવાય તમારી સગવડ માટે એક લિંક આપું છું, તેમાં દરેક પાનાની લિંક છે. પાનાઓની સૂચિ. --Sushant savla (talk) ૨૦:૪૯, ૧૦ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર

વાહ ! ક્યા બાત હૈ !

ફેરફાર કરો

શું વાત છે હિતેશભાઇ, એક જ દિવસમાં બે પાના લખી દીધા. રંગ છે તમને! તમે ઘણું ઝડપથી શીખી રહ્યા છો. તે સિવાય એક વાત આપની જાણ ખાતર કે આપ જે પણ સંદેશો લખો તેની અંતમાં --~~~~ એ ચિહ્ન મુકશો તો તમારી સહી ત્યાં આવી જશે. તે સિવાય ઍડિટ મોડમાં ઉપર દર્શાવેલા બટનમાં એક પેન્સીલનું ચિત્ર છે, તેના પર ક્લિક કરશો તો પણ તમારી સહી આવી જશે. --Sushant savla (talk) ૨૧:૩૪, ૧૧ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર

પુસ્તકની પી ડી એફ

ફેરફાર કરો

આપને કયા પુસ્તક્ની પી ડી એફ કોપી જોઈએ છે? તે જણાવશો. --Sushant savla (talk) ૨૦:૫૯, ૧૫ ઓક્ટોબર ૨૦૧૪ (IST)ઉત્તર

ગુજરાતી ટાઈપિંગ માટે

ફેરફાર કરો

વિકિસ્રોત અને ગુજરાતી વિકિપીડિયા પર ગુજરાતી ટાઈપ કરવા માટે કોઈ સોફ્ટવેરની જરૂર નથી. ડાબી બાજુએ આપેલા "ભાષાઓ" એ શબ્દ આગળ આવેલા ચક્ર પર જઈ આપ આપને મનગમતી ભાષાઓ સક્રીય કરી ટાઈપિંગ કરી શકશો. આ ટાઈપિંગમાં ફોનેટિક અર્થાત લિપ્યાંતરણ વિકલ્પ મોજૂદ છે. અર્થાત્ આપેટાઈપ અંગ્રેજી પ્રમાણે કરવાનું પર સ્ક્રીન પર તે આપોઆપ ગુજરાતી લિપીમાં લખાશે. દા. ત. આપે જો "હિતેષ" લખવું હોય તો h i t e S h a એ અક્ષરો ટાઈપ કરવા. આપને મેં ઈ-મેલ પણ લખ્યો છે જેમાં મેં આપને મારો મોબાઈલ નંબર આપ્યો છે. જો કોઈ વધુ મદદ જોઈએ તો ફોન કરી પુછવા સંકોચ કરશો નહિ.

--Sushant savla (talk) ૨૧:૩૩, ૧૬ ઓક્ટોબર ૨૦૧૪ (IST)ઉત્તર


આભાર હવે હુ ગુજરાતિ લખિ શકુ છુ. --Hitesh987 (talk) ૧૦:૪૪, ૧૭ ઓક્ટોબર ૨૦૧૪ (IST)ઉત્તર

ખૂબજ સરસ. એક અન્ય ટીપ : દીર્ઘ ઈ ની માત્રા લખવા માટે બે વખત e અથવા કેપિટલ I વાપરી શકો છો. . દા.ત. "ગુજરાતી" એ શબ્દ લખવા લખવા g u j a r aa t ee. --Sushant savla (talk) ૧૩:૧૫, ૧૭ ઓક્ટોબર ૨૦૧૪ (IST)ઉત્તર

આભાર અને દિપાવલિ ની સુભકામના --Hitesh987 (talk) ૧૩:૫૦, ૨૭ ઓક્ટોબર ૨૦૧૪ (IST)ઉત્તર

Indic Wikisource Proofreadthon II 2020

ફેરફાર કરો

Sorry for writing this message in English - feel free to help us translating it