← ધરિત્રી સ્રોતસ્વિની
ક્ષારાબ્ધિને
દામોદર બોટાદકર
ગિરિનિર્ઝર →


<poem>

ક્ષારાબ્ધિને

( મન્દાક્રાન્તા )

શીળી છાયા દઈ હૃદયનો તાપ સંહારવાને, ને દૂરેથી પથિક જનનાં ચિત્ત આકર્ષવાને. તારે તીરે અયિ ! જલનિધે । વૃક્ષ એકે ન ભાસે, ક્યાંએ લીલું તૃણ નયનને ઠારતું, ના જણાયે.

ઉડી ઉડી કંઈક વિહગો આવતાં વ્યોમવાટે, કૈં આશાએ હરિણ ભરતાં ફાળ આવે ઉમંગે; દેખી તારૂં વિકટ ઉર એ દૂરથી દૂર નાસે, ને તોયાથીં જન પણ કદી કોઈ આવે ન પાસે.

સૃષ્ટિ કેરાં જન, વિહગ્ ને પ્રાણિમાત્રે ત્યજેલો, નિત્યે નીચા, વિજન જગના પ્રાંતભાગે પડેલો; આવે કયારે પથિક તુજને માત્ર ઉલ્લંઘવાને, ઉચે હૈયે અભિલષિત કો સ્થાન પ્રત્યે જવાને,

સેવે તારૂં શરણું પણ તું ના પળી પાય પાણી, કયારે એનાં જીવન હરતે ધર્મ સામાન્ય ભૂલી; એ વૃત્તિ, એ સ્થિતિ હૃદયને સર્વ રીતે રડાવે,

તોએ તું તો વિકળ સરખે નિત્ય કૂધાં કરે છે !
<poem>

પશ્ચાત્તાપ સતત બળતું, એ ઘટે કાર્ય તારૂં, તોએ નાચી ઉર ઉછળતો વેગથી કેમ વારૂ ? એવો તારા અધમ ઉરમાં આજ અાનંદ શો છે ? વ્યાપી અંગે વિવશ કરતો નેહને સંગ શો છે ?

ના પ્રીતિ ના હરખ કંઈ, ના પુણ્ય કેરો પ્રસંગ, બુડા ક્ષારે ભરિત ઉર ને એ થકી લિપ્ત અંગ, રાચી પાપે હૃદય ઉછળે એ સદા ક્ષારવાળું, ના લજ્જા કે સહજ કરૂણા સેવવા લેશ ચ્હાતું.

કાંઠે કાળા ભય વિતરતા પત્થરો આ પડેલા, રહેજે તારા સદૃશ ગુણના મિત્ર આવી મળેલા; એનું કાળું ઉર કઠિન ને ક્ષારથી પૂર્ણ તારૂં, ત્યાં વૃત્તિને મૃદુલ કરવા ક્યાં બને યોગ વારૂ ?

છોડી દીધો જરૂર જગતે ધૃષ્ટને દુષ્ટ ધારી, તોએ છોડી અહહ ! ન શકે પ્રેયસી આ બિચારી ! દોડી આવે તરૂણ તટિની અંકમાં ઐકય લેવા મીઠા મીઠા નિજ જીવનનું સર્વદા દાન દેવા.

કિંતુ સ્પર્શી સહજ તુજને થાય સવાઁગ ખારી, હા ! દુ:સંગે જીવન જગમાં કોણ ના જાય હારી? પ્રક્ષાલન્તું મલ જગતનો, પુણ્ય પીયૂષ દેતું,

સંતોષેલાં અમિત ઉરની આશિષે ઉચ્ચ લેતું.
<poem>

હા ! મુગ્ધાનું હૃદય ઝડપી જીવવું ઝેર કીધું, આશા ઉંચી અફળ કરીને લૂંટી સૌન્દર્ય લીધું?' તે એ વૃત્તિ પ્રણય વહતી અન્યથા એ ન થાય, હોંશે હોંશે ઉર ઠલવતી એક ભાવે સદાય.

અંગો અંગે, હૃદય હૃદયે. જીવમાં જીવ જોડી, ભેદાભાવે તુજ હૃદયમાં એ થતી લીન કેવી ! વંચાતાંએ પ્રણયરસિકે ભાવ કયારે ન ભૂલે, ને અદ્વૈતે હૃદય રમતાં લાભહાનિ ન દેખે.

લાખો એવી સરસ સરિતા અર્પતી મિષ્ટ વારિ, ને વર્ષાથી જલદ ભરતે સ્વાન્તને, મિત્ર માની: તોએ ખારૂં હૃદય જરીએ ના કદી ક્ષાર છોડે, ને દિવ્યાત્મા પણ ન દિલથી ઉચ્ચ કર્તવ્ય ચૂકે.