ચર્ચા:ઓખાહરણ
પરિયોજના ’ઓખાહરણ’
ફેરફાર કરોવિકિસ્રોત પર મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણનું અક્ષરાંકન કરવા માટે સૌ મિત્રોનાં સહકારથી ચાલુ કરાયેલી આ પરિયોજનામાં આપનું સ્વાગત છે.
- દરેક મિત્રને એક સાથે કેટલાંક કડવાં (કડવાં એ આ પુસ્તક માટે પ્રકરણ સમાન સમજવા જે દરેક આશરે અડધાથી એક પાનાનાં હશે.) જે સરેરાશ પાંચેક પાનામાં વહેંચાયેલા હશે, PDF ફાઈલ સ્વરૂપે મોકલાશે.
- વાક્ય રચના અને જોડણી મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
- આ પુસ્તક પુરતું ફકરાઓ નહિ પણ કડીઓ રહેશે તેથી શક્ય તેટલું કાવ્ય પ્રકાર પ્રમાણે લખાણ ગોઠવવું. (ટૂંકમાં પુસ્તકના છાપકામની મર્યાદા ધ્યાને રાખી આપણે અહીં શક્યતઃ કડીઓ પ્રમાણે લખાણની ફેર ગોઠવણ કરીશું.)
- જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
- દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{ભૂલશુદ્ધિ-બાકી}} {{header | title = [[ઓખાહરણ]] | author = પ્રેમાનંદ | translator = | section = પ્રકરણનું નામ | previous = [[ઓખાહરણ/xxx|xxx]] | next = [[ઓખાહરણ/yyy|yyy]] | notes = રાગ:aaa }} <poem> zzz </poem> (અપૂર્ણ)
જ્યાં aaa = કડવાનો રાગ (જે દરેક કડવાની શરૂઆતે લખાયેલો હશે), xxx = આગલું પ્રકરણ, yyy = પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી કોપી-પેસ્ટ કરવું) અને zzz = પ્રકરણનું લખાણ.
- આ પરિયોજનાની રૂપરેખા અંગે સૂચનો આવકાર્ય, સહકાર બદલ આભાર.
સૂચનો
ફેરફાર કરો- આ પરિયોજના ૧/૧૦/૨૦૧૨ થી ચાલુ થાય છે. સહકાર્ય કરતા સર્વે મિત્રોને પાનાંઓ મેઈલ દ્વારા મળી જશે. ધન્યવાદ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૪૯, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
પરિયોજનામાં જોડાવા માટે
ફેરફાર કરો- નીચે આપનું સભ્યનામ લખો.
- --Sushant savla (talk) ૦૯:૩૬, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- --સતિષચંદ્ર (talk) ૧૫:૫૭, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- --Vyom25(મને વ્યોમ કહો) ૧૬:૫૧, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
(હાલનું મારું કાર્ય પતે એટલે આપને જણાવીશ.) - --Maharshi675 (talk) ૧૭:૩૧, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- --Dsvyas (talk) ૦૨:૫૮, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- --Amvaishnav (talk) ૨૨:૩૬, ૨ ઓકટોબર ૨૦૧૨ (IST)
સહકાર્ય કરતા મિત્રોની કાર્યસૂચી
ફેરફાર કરો- Sushant savla=
કડવું ૬-૧૪, ૪૪-૫૩, ૫૪-૬૦, - સતિષચંદ્ર=
કડવું ૧૫-૨૪, ૮૧-૮૫, - Vyom25=
કડવું ૭૮-૮૦,૮૬-૯૩, - Maharshi675=
કડવું ૨૫-૩૬,૬૭-૭૦, - અશોક મોઢવાડીયા=
સ્તુતી, કડવું ૧-૫, - Dsvyas=કડવું
૩૭-૪૩ ,૭૧-૭૭, - Amvaishnav=
કડવું ૬૧-૬૬
પરિયોજના વિકાસ
ફેરફાર કરો- કુલ કડવાં = ૯૩
- સંપન્ન કડવાં = ૯૩
- ટકાવારી = ૧૦૦%
- ભૂલશુદ્ધિ-પૂર્ણ = ૯૩ (૧૦૦%)
વાહ આડધા કરતાં વધારે કાર્ય સંપન્ન!--Sushant savla (talk) ૦૯:૩૭, ૫ ઓકટોબર ૨૦૧૨ (IST)
- ચિત્ર:Dainsyng.gif આ પરિયોજના, અક્ષરાંકન અને ભૂલશુદ્ધિ સહ, પરિપૂર્ણ થાય છે. પરિયોજનામાં સહભાગી સૌ મિત્રોનો અંતરથી આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૩૦, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
પ્રસ્તાવ
ફેરફાર કરોઆપણે બધી જ પરિયોજનાઓમાં પાનાને અંતે જે તે પુસ્તકના મુખપૃષ્ઠની કડી ઉમેરીએ છીએ, શું તેની આવશ્યકતા છે? પહેલા આપણે ઢાંચો મથાળું દરેક લેખમાં નહોતા ઉમેરતાં અને માટે મૂળ લેખની કડી અંતે આપવી જરૂરી હતી, પણ હવે જ્યારે આપણા દરેક ઉપપાનાની શરૂઆતમાં જ મૂળ પાનાની કડી હોય છે ત્યારે આ વિષયે ફેરવિચાર કરવો યોગ્ય રહેશે. ઉપરાંત લેખનેં અંતે પૂર્ણ લખવા વિષે પણ વિચાર કરવો જોઈએ. જ્યારે પાનું પૂર્ણ થઈ જાય ત્યારે આપણે પરિયોજનાના ચર્ચાના પાને પણ તેની જાણ કરતા હોઈએ છીએ, અને ત્યાંથી તે પાના પર ચેકો મારતા હોઈએ છીએ, તો પછી દરેક પાના પર પૂર્ણ પૂર્ણ એમ લખવું અનાવશ્યક નથી લાગતું? પરિયોજના સંચાલક પાનું પૂર્ણ થયું છે કે નહિ તેની જાણકારી તો રાખતા જ હોય છે, તો મારા મતે આ બધા પૂંછડા ઉપપાનાઓ પરથી કાઢતા રહીએ તો સારું. જો કે આ મારો અભિપ્રાય માત્ર છે.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૭, ૪ ઓકટોબર ૨૦૧૨ (IST)
- અને આ વિચાર મને પણ ઘણા દહાડાથી આવતો હતો ! પણ ’આગુ સે ચલી આતી હૈ’ સમજી જણાવવાનું રહી જતું હતું. આપની વાત સાથે ૧૦૦% સહમત. સંપાદકશ્રીઓ પાનું પૂર્ણ થાય એટલે માત્ર (અપૂર્ણ) ટેગ હટાવી નાખે. હાલ ચાલુ આ પરિયોજનામાં તો હું ભુલશુદ્ધિ વખતે (પૂર્ણ) ટેગ હટાવતો જ જઉં છું. અંતે કડી તો આપણે હેડરની વ્યવસ્થા નહોતી તેમાં/ત્યારે ઉમેરતા. હેડરમાં તો એ પ્રથમથી હોય, બેવડાવવાની જરૂર નથી. સહમત.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૦૩, ૪ ઓકટોબર ૨૦૧૨ (IST)
સહમત. બંને બાબતે--Sushant savla (talk) ૧૮:૨૨, ૪ ઓકટોબર ૨૦૧૨ (IST)
સુરક્ષા..
ફેરફાર કરોઅહીં લેખ પર "સુરક્ષીત" ટૅગ છે. પણ સંપાદન તો થઈ શકે જ છે ! કૃપયા પ્રબંધકશ્રીઓ આ પ્રકારનાં ટૅગ વાળા લેખોની સુરક્ષા ફરી એક વખત ચકાસે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૪૧, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- કામ થઈ ગયું અને હા, સમય મળ્યે અન્ય પાનાઓ પણ ચકાસી જોઈશ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૫, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)