ચર્ચા:ભદ્રંભદ્ર/૪. આગગાડીના અનુભવ (ચાલુ)
છેલ્લી ટીપ્પણી: Vyom25 વડે ૧૨ વર્ષ પહેલાં
લેખમાં એકબે જગ્યાએ ટાઈપોગ્રાફિક ભૂલો જણાઈ છે જે મેં સુધારી છે. મારા મતે તે સુધારીને લખવી યોગ્ય છે, છતાં જો પ્રૂફરીડિંગ દરમ્યાન તેમ યોગ્ય ના લાગે તો સુધારવું. જેમકે, એક સ્થળે 'મોકલવાશે' હતું, જે 'મોકલાવશે' હોવું જોઈએ. ઉપરાંત ૧૮-૧૯માં પાનાંમાં ક્યાંક એક ફકરાની શરૂઆતમાં અવતરણ ચિહ્ન આવતું હતું, જે ના હોવું જોઈએ, માટે મેં દૂર કર્યું છે.
જો આવા કિસ્સામાં શું કરવું તે સામુહિક રીતે નિર્ણય લેવો હોય તો ચર્ચા કરીને નિર્ણય લેવા વિનંતિ.--Dsvyas (talk) ૨૨:૩૯, ૨૮ એપ્રિલ ૨૦૧૨ (IST)
- હું પ્રુફરિડીંગ વખતે જોઇ આપને અહીં જ જણાવીશ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૨૧, ૨૯ એપ્રિલ ૨૦૧૨ (IST)
- તે ભૂલને એમ જ રહેવા દઈ કૌંસમાં શુદ્ધ શબ્દ મૂકી શકાય? --Sushant savla (talk) ૧૩:૧૭, ૨ મે ૨૦૧૨ (IST)
- હા, તેમ થઈ શકે છે. તો પછી એવું પણ થાય કે આપણે અન્ય આવૃત્તિ જોડે સરખાવીએ અને પછી નિર્ણય લઈએ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૧૭, ૨ મે ૨૦૧૨ (IST)
- આ વિચાર સારો છે (શક્ય બને તો અન્ય એકાદ આવૃત્તિ જોડે સરખાવવાનો). આપ મિત્રોને આજનો જ દાખલો આપું તો, આજે મેં જે પ્રકરણનો (પ્ર.૧૧) અંશ ચઢાવ્યો તેમાં "દક્ષણા" એવો શબ્દ આવ્યો જે ખરેખર તો "દક્ષિણા" (ભોજનાંતે ભૂદેવોને અપાય તે !) અર્થમાં જ છે, પ્રથમ તો આ મુદ્રારાક્ષસની વિનાશક પ્રવૃત્તિ લાગી (!) પરંતુ આગળ પણ આજ શબ્દ બીજી વખત આવ્યો તેથી થયું કે ત્યારે કદાચ ’દક્ષણા’ પણ બોલાતું/લખાતું હશે. પછી શબ્દકોષ ફંફોળતાં "દક્ષિણા"નાં પર્યાયવાચી તરીકે "દક્ષણા" પણ મળ્યો જ !! આમ ખાત્રીબંધ છાપભૂલ જણાય તો જ ફેરફાર કરવો એવું નમ્ર મંતવ્ય છે. આભાર.--અશોક મોઢવાડીયા (talk) ૧૮:૫૦, ૨ મે ૨૦૧૨ (IST)
- જ્યારે ભૂલ છે એમ સ્પષ્ટપણે લાગતું હોય ત્યારે પણ ફક્ત પુસ્તકમાં છે માટે જ એ ભૂલ રાખીને આપણે કૌંસમાં સાચો શબ્દ મુકવો મને તો યોગ્ય નથી લાગતો. અશોકભાઈ, દક્ષિણા શબ્દ તો અમે બ્રાહ્મણો મોટે ભાગે બોલતા જ નથી. આમ તો અમે દક્ષણા પણ નથી બોલતા, મોટેભાગે દખ્ખણા/દખણા જ બોલતા હોઈએ, જ્યારે સામે વિદ્વાન હોય ત્યારે દક્ષણા બોલીએ. એટલે એવા શબ્દ માટે બરોબર છે, પણ મેં ઉપર જણાવ્યું તેમ 'મોકલવાશે' આ શબ્દ કોઈ કાળે સાચો હોઈ શકે? વધુમાં મેં કહ્યું છે તેમ, જ્યારે ખોટું અવતરણ ચિહ્ન (') આવતું હોય ત્યારે શું કરવું? આખો ફકરો કૌંસમાં ફરી લખવો અવતરણ ચિહ્ન વગર? આજનો જ દાખલો લો, હમણાં પ્રકરણ ૧૨નું પહેલું પાનું પૂરું કર્યું, તેના બીજા ફકરાની શરૂઆત થાય છે, 'અંબારામ', આજનો દિવસ.... થી અને અંત આવે છે ...ગુંથાઈ રહ્યો હતો, તેનો અંત —' પર. હવે શું અહિં અંબારામના નામ પછી આવતું અવતરણ ચિહ્ન ભૂલ નથી લાગતી? આખો ફકરો ભદ્રંભદ્ર દ્વારા બોલાયેલું એક અધુરું વાક્ય છે, જેની શરૂઆતમાં અને અંતમાં જ અવતરણ ચિહ્ન હોવું જોઈએ, અંબારામ શબ્દને એકલાને અવતરણ ચિહ્નોમાં મુકવાનું ત્યારે જ વ્યાજબી બને, જ્યારે વાક્ય ત્યાંથી તોડીને ફરી નવેસરથી શરૂ થતું હોય, જો એમ હોય તો ફરી એક અવતરણ ચિહ્ન આવવું જોઈએ. એટલે એ ફકરામાં ક્યાંતો ૨ અવતરણ ચિહ્નો હોય નહિતર ૪, ત્રણ તો કોઈ કાળે હોઈ ના શકે. તો શું આ ફકરો એક વખત ત્રણ અવતરણ ચિહ્નો સાથે અને પછી કૌંસમાં બે ચિહ્નો સાથે લખવો?
- અવશ્ય પુસ્તકની બીજી આવૃત્તિ સાથે સરખાવી જોવાનો વિચાર ઉત્તમ છે. પણ તે શું વ્યવહારું છે? શું આપણી પાસે તેની અન્ય આવૃત્તિ છે? ના હોય તો શું મેળવી શકાય તેમ છે?--Dsvyas (talk) ૦૪:૧૫, ૩ મે ૨૦૧૨ (IST)
- શ્રી.ધવલભાઈ, મારું મંતવ્ય જ છે, ’ખાત્રીબંધ છાપભૂલ જણાય તો જ ફેરફાર કરવો...’ આપ જણાવો છો તે તો ખાત્રીબંધ છાપભૂલ જણાય જ છે. બીજી આવૃત્તિમાં સરખાવવાનું તો શક્ય બને તો જ કરવાનું રહે. આ પુસ્તકો જે જમાનામાં છપાતા ત્યારે ધાતુનાં બીબાંઓ સેટ કરી તેની પર શાહી લગાવી અને છપાતાં, ઘણી વખત અલ્પવિરામ, પૂર્ણવિરામ જેવા બીબાઓ ઘસારો લાગવાને કારણે સ્પષ્ટ છાપ ન પાડી શકે, ક્યાંક વધારાની શાહીનું ટપકું પણ પડે, આ પુસ્તકમાંએ તેવું ઘણી જગ્યાએ દેખાઈ આવે છે. આમ દરેકે પોતાની વિવેકબુદ્ધિથી જરૂરી ફેરફાર કરવા તેમાં કશું અયોગ્ય નથી જ. મારી વાત માત્ર "જોડણી" કે "શબ્દપ્રયોગ" સંબંધે છે, તેમાં કશુંક શંકાસ્પદ જણાય તો સાવચેતીથી ચર્ચા-ચકાસણી કરીને ફેરફારનો આગ્રહ રાખવો એટલું જ નમ્રસૂચન છે. આભાર.--અશોક મોઢવાડીયા (talk) ૧૧:૫૩, ૩ મે ૨૦૧૨ (IST)
- હું બીજી આવૃત્તિ મેળવી શકું તેમ છું તેવું મને લાગે છે પણ આ અવતરણ ચિહ્ન તો બે કે ચાર જ હોય તેમાં કાંઇ બીજી આવૃત્તિમાં જોવાની જરૂર નહિ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૪૬, ૩ મે ૨૦૧૨ (IST)
- મેં બીજી આવૃત્તિમાં જોઇ લીધું છે અને તેમાં 'મોકલાવાશે'ના સ્થાને 'મોકલાવશે' આપેલ છે તેથી મારા ખ્યાલ પ્રમાણે આ મુદ્રારાક્ષસની વિનાશક પ્રવૃત્તિ અથવા તો સુધારાવાળાની કોઇ નવી ચાલ લાગે છે આપણી સનાતન ધર્મ અને આપણું આર્યત્વ પૂરવાર કરવામાં અવરોધ ઊભા કરવાની. માટે આપણે મેરૂ પર્વત જેવી અચળ વૃત્તિ ધારણ કરી 'મોકલાવશે' જ મૂકવું તેમ મારો આગ્રહ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૫૦, ૧૯ મે ૨૦૧૨ (IST)