આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાપી– જીવન અને ‘કેકારવ’
૧૯૩
 

અનુવાદનું હતું, તો આ વર્ષ તેને માટે કુદરત તરફ નિઃસીમ અનુરાગનું કહી શકાય.

ઇ. સ. ૧૮૯૫નાં કાવ્યોમાં ‘સારસી’ ‘ગ્રામ્યમાતા’ અને ‘બિલ્વમંગળ’ અગ્ર સ્થાન પામે છે. ‘સારસી’ જો ભાવને અનુરૂપ પદોવૈવિધ્ય માટે નોંધપાત્ર છે, તો છેલ્લાં બે કાવ્યો કલાપીની લોકિસાહિત્ય તરફની અભિરુચિ વ્યક્ત કરતાં હોઈને તે રીતે વિશિષ્ટ છે. જો કે પ્રેમ ઉપર કેટલીક કવિતાઓ ને ગઝલો પણ જતા વર્ષે લખાઈ છે, છતાં એકંદરે તો આ વર્ષ ઉપર ગણાવ્યાં એવાં પરલક્ષી કાવ્યોના ફાલ માટે જ કીમતી કહી શકાય. આ સર્વાનુભવરસિક કે પરલક્ષી કાવ્યોમાં પણ પ્રાયઃ કવિના આત્મ-લક્ષિત્વના જ સ્પષ્ટ એાળા પડે છે. આત્મોદ્‌ગાર, કોમળ ભાવો ને ઉછળતી ઊર્મિઓઃ આ બધાં પરર્વે તો કલાપીનાં પરલક્ષી કાવ્યો પણ આત્મલક્ષી કાવ્યોથી ઘણી વખત અભિન્ન જેવાં જ જણાય છે.

હવે પછીનાં બે વર્ષ કલાપી માટે બહુ જ ભારે નિવડે છે. પ્રેમનો વ્યાધિ અને ગૃહજીવનનો કલહ તેને ચોતરફ ઘેરી વળે છે, શોભના તરફનો સ્નેહ તેને પ્રેમ–નીતિના વિચારવમળમાં રાખે છે, અને તર્ક–વિતર્કના ચકડોળે ચઢાવે છે. તેની સાથેના કાવ્યનો અભિલાષ જટિલ પ્રશ્ન બની કલાપીના હૃદયમાં અકથ્ય અમુંઝણ ઉપજાવે છે. લોકલાજની પરવા, જાહેર નિંદાનો ભય, રાજવીપદની ઉચ્ચતા, અને દૂભાતી રમાઃ સૌ તેના મગજને અને અંતરને વ્યથિત કરે છે. હૃદયના આ જ ભાવ, જીવનના આ જ રંગ કવિનાં હવે પછીનાં ઘણાં ખરાં કાવ્યોમાં પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે જણાઈ આવે છે. ઇ. સ. ૧૮૯૬ માં ‘કન્યા અને ક્રૌંચ’, ‘ક્ષમા’, ‘વૃદ્ધ ટેલીયો’ અને ‘વિધવા બ્હેન બાબાંને’