વિકિસ્રોત:Meetup/અમદાવાદ-૧
તારીખ, સમય અને સ્થળ
ફેરફાર કરો- તારીખ: ૨૩ અને ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૯
- સમય: સવારે ૮ થી સાંજે ૬
- સ્થળ: અમદાવાદ
સરનામું
ફેરફાર કરોગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ
રમેશ પાર્કની બાજુમાં,
વિશ્વકોશ માર્ગ,
ઉસ્માનપુરા,
અમદાવાદ, ગુજરાત, ભારત - 380013
એજેન્ડા
ફેરફાર કરો- ગુજરાતી વિકિસ્રોત કાર્યશાળા (વર્કશોપ)
- ગુજરાતી વિકિમીડિયન મીટઅપ
કાર્યક્રમ
ફેરફાર કરો- દિવસ ૦, શુક્રવાર
- બપોરે ૧૨:૦૦ વાગ્યાથી: હોટલમાં ચેક-ઈન - અનૌપચારિક ચર્ચા - ઓળખ અને કાર્યશાળા પૂર્વેની ચર્ચા.
- દિવસ ૧, શનિવાર
- સવારે ૮:૦૦- ૯:૦૦ - ચા નાસ્તો હોટેલમાં
- સવારે ૯:૩૦- ૧૧:૦૦
- વિકિસ્રોતની ઓળખ અને વધુ સારી સમજ તથા ઉદ્દેશ્ય અને વિકિસ્રોતનું ભવિષ્ય
- વિકિસ્રોતની પ્રચલિત કાર્ય પદ્ધત્તિની સમજ.
- ભારતીય ભાષાઓના વિકિસ્રોતની આંકડાકીય માહિતીને સમજ
- ફાઈલ અપલોડ કરવાના ટૂલ્સ
- સવારે ૧૧:૦૦ ચા / કૉફી વિરામ
- સવારે ૧૧:૧૫ - બપોરે ૧:૩૦
- ચોપડીઓના પ્રકાશન અધિકારની સમજ
- ઈન્ડિક ઓ.સી.આર, ગુગલ ઓસી આર
- બપોરે ૧:૩૦ - જમવાનો વિરામ - કાર્યશાળ સ્થળની આસપાસ
- બપોરે ૨:૩૦ - સાંજે ૩:૩૦
- ભૂલશુદ્ધી (Proofreading)ની રીતો અને જોઈતા ટૂલ્સ (સાધનો).
- વિકિસ્રોતના ટૂલ્સ અને ગેજેટ્સ (સાધનો અને યંત્રો)
- સાંજે ૩:૩૦ ચા/કૉફી વિરામ
- સાંજે ૩:૪૫ - સાંજે ૬:૦૦
- વિકિસ્રોતના સભ્યોની મીટ અપ - ઓળખ
- વિશ્વકોષ ટ્રસ્ટની મુલાકાત
- ભવિષ્ય વિષે વિચારણા
- ભુલશુદ્ધિ (પ્રૂફરિડિંગ) નો મહાવરો.
- દિવસ ૨, રવિવાર
- સવારે ૮:૦૦- ૯:૦૦ - ચા નાસ્તો હોટેલમાં તૈયાર થેઈ ને હોટેલમાંથી ચેકઆઉટ
- સવારે ૯:૩૦- ૧૧:૦૦
- ખાસ પાનાઓનો વપરાશ
- પ્રૂફ કરેલા પાનાનું ટ્રાન્સ્ક્લુશન (પાનાનું પ્રકરણમાં રૂપાંતરણ)
- CCSA માં પ્રકાશનાધિકારોની મુક્તિ અને OTRS પ્રક્રિયા.
- સવારે ૧૧.૦૦ ચા / કૉફી વિરામ
- સવારે ૧૧:૧૫ - બપોરે ૧:૩૦
- વિકિડેટા સાથે જોડાણ
- પ્રકરણમાં પરિવર્તન
- બપોરે ૧:૩૦ - જમવાનો વિરામ
- બપોરે ૨:૩૦ - સાંજે ૩:૩૦
- ભવિષ્યની શક્યતાઓ - અન્ય સંસ્થાઓ સાથે જોડાણ વગેરે
- આગામી પરિયોજના, સ્પર્ધા આદિની વિચારણા
- સાંજે ૩:૩૦ ચા/કૉફી વિરામ
- સાંજે ૩:૪૫ -સાંજે ૬:૦૦
- ગુજરાતી વિકિમીડિયનનો મેળાવડો
- નવા સભ્યો માટે ભુલશુદ્ધિ (પ્રૂફરિડિંગ) નો ફરી મહાવરો.
- છૂટા પડી પોતાની બસ ટ્રેન પકડવી
કોણ જોડાઈ શકે?
ફેરફાર કરો- અમદાવાદ તેમજ આસપાસના તેમજ ગુજરાતમાં રહેતા વિકિમીડિયન.
- હાલમાં સક્રીય વિકિસ્રોતના સભ્યો
- ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ સુધી ૩૦૦+ એડિટ કરનારા સભ્યો
- ભવિષ્યમાં વિકિસ્રોત સાથે જોડાવવા માંગતા ભાષાપ્રેમી વ્યક્તિઓ
- નોંધ: અર્ધ સહભાગ (e.g, પૂર્ણ બે દિવસ ભાગ ન લઈ શકનાર) શક્ય નથી.
વારંવાર પૂછાતા સવાલો
ફેરફાર કરો- શું રહેવાની વ્યવસ્થા છે?
- અમદાવાદ બહારના સભ્યો માટે.
- કાર્યશાળામાં આવવા પ્રવાસ ખર્ચ મળશે?
- હા. ગુગલ ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. લિમિટેડ સભ્યોને આ સુવિધા મળશે.
- શું હું મારા મિત્ર / ભાઈ (...) વગેરેને લાવી શકું?
- કાર્યશાળા સમયે નહિ.
ગુગલ ફોર્મ
ફેરફાર કરોભાગ લેવા માટે ગુગલ ફોર્મ ભરશો. ફોર્મની લિંક મેળાવવા સુશાંત સાવલા નો સંપર્ક કરશો.
જોડે શું લાવવું
ફેરફાર કરો- ગવર્નમેન્ટ આઈ.ડી કાર્ડ
- લેપટોપ અને ચાર્જર (હોય તો). પાવર એક્સટેન્શન (હોય તો).
- નોટબૂક, પેન, પેન્સિલ, સંચો, રબર.
- મોબાઈલનું ચાર્જર.
- કેમેરો (હોય તો).
- વાઈફાઈ ડોંગલ (હોય તો) અથવા મોબાઈલ ઇન્ટરનેટ
ભાગ લેનાર સભ્યો
ફેરફાર કરોહું હાજર રહીશ
ફેરફાર કરો- --સુશાંત સાવલા ૨૦:૫૦, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- --Amvaishnav (ચર્ચા) ૨૨:૨૮, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- --Vijay B. Barot (ચર્ચા) ૨૨:૩૫, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- --Gazal world (ચર્ચા) ૦૩:૩૦, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૮:૨૩, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- --સતિષ પટેલ (ચર્ચા) ૨૨:૪૦, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- -VikramVajir (ચર્ચા) ૦૦:૫૪, ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- --Modern Bhatt (ચર્ચા) ૨૦:૧૨, ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- --Rahul Sathwara (ચર્ચા) ૨૦:૨૮, ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- Drdeepakbhatt (ચર્ચા) ૦૪:૪૮, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- એડવોકેટ પ્રકાશકુમાર કોરાટ
- Parikshit R. Joshi
- જયેશ ગોહેલ
- --92saeedshaikh (ચર્ચા) ૧૫:૩૪, ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
કદાચ
ફેરફાર કરો- સંપૂર્ણ કાર્યક્રમમાં હાજરી નહીં આપી શકું પણ રવિવારે મળવા પ્રયત્ન કરીશ. -Nizil Shah (ચર્ચા) ૨૩:૪૧, ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
ક્ષમાપના
ફેરફાર કરો- --ક્રિષ્ણકુમાર ઠાકર ૧૨:૩૦, ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
અહેવાલ
ફેરફાર કરોવર્તમાન ડિજિટલ યુગમાં પુસ્તકોમાં સચવાયેલું સાહિત્ય ઈન્ટરનેટ દ્વારા જનસમુદાયને તથા આવનારી પેઢીને સુલભ થાય એ ખૂબ જરૂરી છે. આ માટે વિવિધ પ્રકારની સંસ્થાઓ કાર્યરત છે જેમાંની એક છે 'ગુજરાતી વિકિસ્રોત'. વિકિસ્રોત એક એવું ઓનલાઇન સહિયારું પુસ્તકાલય છે જેમાં મુક્ત (copyright free) સાહિત્ય પ્રકાશનો મળી રહે છે અને જેનું સંચાલન ગુજરાતી વિકિસ્રોત પરના સ્વયંસેવકો કરે છે. આ પુસ્તકો ઉપલબ્ધ કરાવવાનું અને આ પુસ્તકાલયનું સંચાલન કરવાનું કામ સાહિત્યમાં રસ ધરાવનાર કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. આ ઓનલાઈન પુસ્તકાલય પર સ્વયંસેવકો દ્વારા અત્યાર સુધીમાં ૧૨૦થી વધુ પુસ્તકો ડિજિટાઇઝ કરવામાં આવ્યા છે. આ પુસ્તકો કોઈ પણ વ્યક્તિ દુનિયાના કોઈ પણ છેડેથી વિનામૂલ્યે પોતાના મોબાઈલ કે કૉમ્પ્યૂટર વગેરે પર આપ વાંચી શકે છે.
આ ઉમદા પ્રવૃત્તિનો વ્યાપ વધે અને અને વધુ સાહિત્ય વધુ લોકો સુધી પહોંચે એ ઉદ્દેશ્યથી તારીખ ૨૩-૨૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે ગુજરાતી વિકિસ્રોત મેળાવડો અને કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના વિવિધ સ્થળોએથી, વિવિધ ક્ષેત્રમાં કાર્યરત એવી ૧૪ વ્યક્તિઓએ ભાગ લીધો હતો.
આ કાર્યશાળાનું આયોજન ગુજરાતી વિકિસ્રોત સમુદાયે કર્યું હતું. બે દિવસની કાર્યશાળા દરમિયાન વિકિસ્રોત પર કરવામાં આવતા પુસ્તક-ડિજિટાઇઝેશનના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા. ભાગ લેનાર મિત્રોને તાલીમ આપવા માટે CIS (સેન્ટર ફૉર ઈન્ટરનેટ ઍન્ડ સોસાયટી)ના પ્રતિનિધિઓ શ્રી જયંતનાથ અને શ્રી ટિટો દત્ત ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યશાળાના પહેલા દિવસે વિકિસ્રોતનો પ્રાથમિક પરિચય તથા તેમાં યોગદાન માટેની માહિતી વિસ્તારપૂર્વક આપવામાં આવી હતી. ત્યારબાદ ભાગ લેનાર સભ્યોને પ્રાયોગિક મહાવરો કરવાવામાં આવ્યો હતો, જેમાં સભ્યોએ વિકિસ્રોત પર પુસ્તક ડિજિટલ સ્વરૂપે ચઢાવવા માટે કરવી પડતી અત: થી ઈતિ એવી દરેક કાર્યપદ્ધતિનો મહાવરો કર્યો હતો: જેમકે પુસ્તક પસંદ કરવું, તેના કોપીરાઇટ ચકાસવવા, પુસ્તક ક્યાથી અને કેવી રીતે મેળવવું, તેને સ્કૅન કરવું, ઈન્ટરનેટ પર ચઢાવવું, OCR (Optical Character Recognition) દ્વારા તેનો ડિજિટલ અક્ષરદેહ બનાવવો, તેની ભુલશુદ્ધિ - પ્રૂફરિડિંગની પ્રક્રિયા, પ્રકરણ-નિર્માણ અને છેવટે પુસ્તક-નિર્માણની પ્રક્રિયા.
કાર્યશાળાના બીજા દિવસે માર્ગદર્શકોએ વિકિસ્રોત વિશેની ટેકનિકલ માહિતીઓ આવરી લીધી હતી. જેમાં વિકિસ્રોત પરનાં ટૂલ્સ અને ગૅજેટ્સ તેમજ વિકિપ્રૉજેક્ટ પર વપરાતા વિવિધ પ્રકારના કોપીરાઈટ દર્શાવતા લાયસન્સ વિશેનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. આ દરમ્યાન કોપીરાઈટ હેઠળ રહેલું સાહિત્ય સર્જકની મંજૂરીથી કેવી રીતે વિકિસ્રોત પર ચઢાવી શકાય તેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે કોઈ પણ પુસ્તકના કોપીરાઇટ OTRS (Open-Source Ticket Request System) દ્વારા મુક્ત કરી શકાય છે.
કાર્યશાળા દરમિયાન વિકિસ્રોતનો આ ઉમદા ધ્યેય અને કાર્યપ્રણાલિથી પ્રભાવિત થઈને ત્યાં ઉપસ્થિત સભ્ય અને પ્રાધ્યાપક ડૉ. દિપક ભાનુશંકર ભટ્ટે તેમનું પુસ્તક 'ગુજરાતી નાટ્યવિવેચન' તથા શ્રી સઈદ શેખે તેમનાં બે પુસ્તક 'મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો' અને 'સફળતાના સોપાન' CC-BY-SA લાયસન્સ (ફ્રી લાયસન્સ) હેઠળ મુક્ત કર્યાં હતા. આ પહેલા શ્રી જયભિખ્ખુ ટ્રસ્ટ દ્વારા ત્રણ પુસ્તકો આ જ લાયસન્સ હેઠળ મુક્ત કરવામાં આવેલ છે, જેમાંથી બે પુસ્તકના ડિજિટાઇઝેશનનું કામ પૂર્ણ થઈ ગયેલ છે. ગુજરાત વિશ્વકૉશ ટ્રસ્ટના પ્રમુખ ડૉ. કુમારપાળ દેસાઈએ વિશ્વકોશના કેટલાક અગત્યના પ્રકાશનો CC-BY-SA લાયસન્સ હેઠળ મુક્ત કરવાની ઈચ્છા દર્શાવી હતી.
કાર્યશાળાની પૂર્ણાહૂતી કરતા ભાગ લેનાર સભ્યોએ ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા કરી હતી અને અમુક ઉદ્દેશ્યો ઠરાવ્યા હતા: જેમ કે કૉલેજ-યુનિવર્સિટીઓમાં જઈને આ કાર્યનો પ્રચાર-પ્રસાર કરવો અને વધુમાં વધુ વિદ્યાર્થિઓ, પ્રાધ્યાપકો, ગ્રંથપાલોને આ કાર્યમાં જોડાવા માટે જાગૃત કરવા, જે-તે લેખકોનો સંપર્ક કરી તેમના પુસ્તકો ફ્રી લાયસન્સ હેઠળ મેળવવા માટે પ્રયત્ન કરવો, વધુ સભ્યોના સહભાગ થકી ડિજિટાઇઝેશનું કામ ઝડપી બનાવવું, ગ્રંથાલયોના સહયોગ થકી વધુ કૉપીરઈટ ફ્રી પુસ્તકો મેળવવા અને સ્કૅન કરવા. વિકિસ્રોત સમુદાયના સભ્યોએ આ ઉપક્રમના આયોજન માટે સ્થળ ઉપલબ્ધ કરાવવા બદલ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો, જ્યારે આર્થિક સહયોગ માટે CIS સંસ્થાનો આભાર માન્યો હતો.