વિકિસ્રોત:News
અહિં આપણે ગુજરાતી વિકિસ્રોતના ઇતિહાસમાં અગત્યની કહી શકાય તેવી ઘટનાઓની તવારીખ રાખીશું. સામાન્ય રીતે અહિં લખવામાં આવેલાં વૃત્તાંતોની સાથે કોઈક ને કોઈક લેખક (સભ્ય)નું નામ જોડાયેલું તો હશે જ, પરંતુ આ આપણા સમગ્ર પરિવાર/સમુદાયનું ફલક છે, માટે સહુ કોઈ જે-તે વૃત્તાંતમાં જરૂરી જણાય ત્યાં સુધારો, ફેરફાર કે ઉમેરો કરી શકે છે. અહિં લખાયેલા કોઈપણ વિષય પર વધુ સંવાદની આવશ્યકતા જણાય તો સામુદાયિક ચર્ચાનાં ફલક પર કે અહિં ચર્ચાનાં પાનાં પર વાતચીત કરવામાં સંકોચ રાખશો નહી.
૨૦૧૨
ફેરફાર કરોમાર્ચ
ફેરફાર કરો- ૨૭ માર્ચના દિવસે ગુજરાતી વિકિસ્રોતનો જન્મ થયો. વામન ભગવાનની જેમ જ, જન્મ સમયે વિકિ ૧૦૦૦ પાનાં સાથે પ્રગટ થયું છે.--Dsvyas (talk) ૨૦:૦૬, ૨૯ માર્ચ ૨૦૧૨ (IST)
- ૨૪ માર્ચે (ગુજરાતી વિકિસ્રોત અસ્તિત્વમાં આવ્યું તે પહેલા) આપણી પહેલી સહભાગી પરિયોજના રચનાત્મક કાર્યક્રમ ફક્ત પાંચ દિવસ (૧૯થી ૨૪ માર્ચ)માં પૂર્ણ કરવામાં આવી.--Dsvyas (talk) ૦૩:૪૧, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)
એપ્રિલ
ફેરફાર કરો- ૨૨ એપ્રિલને દિવસે સહિયારી રીતે હાથ પર લીધેલી બીજી (અને ગુજરાતી વિકિસ્રોત અસ્તિત્વમાં આવ્યા પછીની પહેલી) પરિયોજના સત્યના પ્રયોગો અથવા આત્મકથા એક મહિના કરતા પણ ઓછા સમયમાં પૂર્ણ થઈ. કુલ ૫૨૫ પૃષ્ઠનું આ પુસ્તક સહુ મિત્રોએ ભેગા મળીને ફક્ત ૪ અઠવાડિયામાં (૨૬ માર્ચથી ૨૨ એપ્રિલ સુધીમાં) પૂર્ણ કર્યું.--Dsvyas (talk) ૦૩:૪૧, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)
નવેમ્બર
ફેરફાર કરો- ૨ નવેમ્બર: ગુજરાતી વિકિસ્રોત શરૂ થયા બાદ ગત મહિને એટલે કે ઓક્ટોબર ૨૦૧૨ દરમિયાન સૌથી વધુ આશરે ૪૪,૦૦૦ વાચકોએ સાઈટની મુલાકાત લીધી.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૪૭, ૨ નવેમ્બર ૨૦૧૨ (IST)
૨૦૧૩
ફેરફાર કરોએપ્રિલ
ફેરફાર કરોજૂનાગઢ ખાતે મલ્ટીમિડિયા મેલામાં વિકિ
ફેરફાર કરોજુનાગઢના પ્રસિદ્ધ ગાર્ડન કાફે અને સાયન્સ મ્યુઝિયમ ખાતે તા: ૨૫-૪-૨૦૧૩ થી ૨૮-૪-૨૦૧૩ સુધી યોજાયેલા ’મલ્ટીમિડિયા મેલા’માં, મેલાના આયોજક ભાવેશ જાદવ દ્વારા વિકિ પ્રત્યે આદરની લાગણીસહ વિકિના પ્રચાર-પ્રસાર અર્થે નિઃશુલ્ક સ્ટોલ આપવામાં આવ્યો હતો. આ મેલાનું આયોજન સાયન્સ મ્યુઝિયમ અને પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા ડૉ.સુભાષ અકાદમી (ઈજનેરી શાખા) દ્વારા કરાયું હતું.
ઉપરોક્ત ચાર દિવસ સુધી, સાંજે ૫-૦૦ થી ૧૧-૦૦ કલાક સુધી ચાલતા આ મેળામાં ક્મ્પ્યુટર હાર્ડવૅર, સોફ્ટવૅર, મલ્ટીમિડિયા સંલગ્ન અત્યાધૂનિક સાધન સામગ્રીઓ, વિજ્ઞાન, તકનિકી અને નૉલેજ વિષયક સાહિત્ય, સી.ડી. ડી.વી.ડી. વગેરેનું ભવ્ય પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. શહેરનાં મલ્ટીમિડિયા તથા કમ્પ્યુટર જગત ઉપરાંત શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાઓએ પોતપોતાના સ્ટૉલ ઊભા કર્યા હતા.
આ મેળામાં દરરોજ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા વિવિધ માહિતીઓ આપતા ત્રણ શૉ પણ યોજાયેલા. આ દરેક શૉ દરમિયાન આપણે ગુજરાતી વિકિપીડિયા અને વિકિસ્રોત વિષયક પ્રાથમિક માહિતીઓ આપતા સ્લાઈડ શૉ દર્શાવવાનું આયોજન કર્યું હતું. સ્લાઈડ શૉનું સંચાલન વ્યોમ મજમુદાર અને હિરેન મોઢવાડીયા દ્વારા કરાયું હતું. આ ઉપરાંત મેળા ખાતે અત્યાધૂનિક 3D થિએટરમાં 3D ચલચિત્રોની ઝલક પણ બતાવવામાં આવતી હતી.
આ મુખ્ય શૉ ઉપરાંતના સમયે આપણે સ્ટૉલ પર, કમ્પ્યુટર દ્વારા સ્લાઈડ શૉ બતાવી અને મુલાકાતીઓને વ્યક્તિગત માહિતીઓ આપવાનું પણ રાખેલું. વિકિપીડિયાનાં પ્રબંધક લેખે અશોક મોઢવાડીયા તથા વ્યોમ મજમુદાર દ્વારા આ આખા કાર્યક્રમનું સંચાલન કરાયું હતું. અન્ય સ્થાનિક મિત્રોએ પણ જરૂર પ્રમાણેની સેવાઓ આપી હતી. લોકોએ ભારે ઉત્સાહભેર આ મેળાનો આનંદ ઉઠાવ્યો હતો.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૭, ૩ મે ૨૦૧૩ (IST)
અશોકભાઈ, વ્યોમ-હિરેન તેમ જ સૌ મિત્રો. આપ સૌના આ ઉમદા કાર્ય બદલ મારા તરફથી ખોબલે ખોબલે અભિનંદન !! !! !! તેમ જ ભાઈશ્રી ભાવેશ જાદવનો પણ ખૂબ ખૂબ આભાર.--સતિષ પટેલ (talk) ૨૩:૫૯, ૩ મે ૨૦૧૩ (IST)
સૌ સહભાગી મિત્રોને અભુનંદન અને ખૂબ ખૂબ આભાર. --Sushant savla (talk) ૦૬:૧૫, ૪ મે ૨૦૧૩ (IST)
અહિં મારે પણ શ્રી ભાવેશભાઈ જાદવનો આભાર માનવો ઘટે અને અશોકભાઈ અને હિરેનભાઈ તમને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન. ભાઈશ્રી હિરેનને ખાસ સંદેશ કે મેળામાં વિકિની તો કામગીરી કરી જ પણ સાથે સાથે ૩Dની પણ અનેરી મજા માણી. તે માટે ભાવેશભાઈનો તેમજ સમગ્ર ગાર્ડન કાફે પરિવારનો ખૂબ ખૂબ આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૦૧, ૪ મે ૨૦૧૩ (IST)
આપનો વિકિ અને ગુજરતી પ્રેમ વંદનીય છે. લાખ લાખ સલામ સૌ મિત્રોને! --નિરજ (talk) ૦૯:૦૯, ૭ મે ૨૦૧૩ (IST)