સર્જક:કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા

જન્મ ૫ ઓક્ટોબર 1890
મુંબઈ
મૃત્યુ ૯ સપ્ટેમ્બર 1952
વ્યવસાય અનુવાદક
ભાષા ગુજરાતી ભાષા
નોંધનીય કાર્ય ગીતાધ્વનિ, રામ અને કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર, ઈશુ ખ્રિસ્ત, સમૂળી ક્રાંતિ

કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા (જન્મ: ૫-૧૦-૧૮૯૦, અવસાન: ૯-૯-૧૯૫૨) ચરિત્રકાર, નિબંધકાર અને અનુવાદક તરીકે જાણીતા છે. તેમનો જન્મ મુંબઈમાં થયો હતો અને તેમનું મૂળ વતન સુરત હતું. પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ આકોલામાં મરાઠી ભાષામાં થયો અને આઠ વર્ષની વયે માતાનું અવસાન થતાં, મુંબઈમાં માસી પાસે જઈને રહ્યા અને એમનું શિક્ષણ ગુજરાતીમાં આરંભાયું. શાળાકાળ દરમિયાન મુંબઈમાં પ્લેગ ફાટી નીકળતાં થોડા સમય માટે આગ્રામાં અભ્યાસ કર્યો. ત્યાં હિંદી તથા ઉર્દૂ પણ શીખ્યા. પદાર્થવિજ્ઞાન તથા રસાયણશાસ્ત્રને ઐચ્છિક વિષયો તરીકે રાખી ૧૯૦૯માં મુંબઈની વિલ્સન કોલેજમાંથી બી.એ. અને ૧૯૧૩માં એલ.એલ.બી. થયા. આશ્રમની રાષ્ટ્રીય શાળામાં ૧૯૧૭ થી ૧૯૧૯ સુધી શિક્ષક તરીકે સેવાઓ આપી. ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના પહેલા મહામાત્ર બનવાનું માન તેમને મળ્યું છે. આ અરસામાં એમને કાકાસાહેબ કાલેલકર મારફતે, આશ્રમમાં કેદારનાથજીનો પરિચય થયો. એમની સાથેની ચર્ચાવિચારણાઓના પરિપાકરૂપે સાંપ્રદાયિક શ્રદ્ધાઓ કે પરંપરાપ્રાપ્ત માન્યતાઓને વિવેકદ્રષ્ટિથી, શાંત અને સ્થિર ચિત્તે ચકાસી, તેમાંથી જીવનોત્કર્ષ સાધક સત્યનું જ ગ્રહણ કરવાની આત્મશક્તિનો ઉદય થયો. જીવનના અને અધ્યાત્મના પ્રશ્નોને જોવાની, સમજવાની અને ઉકેલવાની એમની દ્રષ્ટિમાં આથી આમૂલ પરિવર્તન આવ્યું. ૧૯૩૪ થી ૧૯૩૮ સુધી ગાંધી સેવા સંઘના પ્રમુખ રહ્યાં. દેશના સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેતાં ૧૯૩૦, ૧૯૩૨, તથા ૧૯૪૨ માં વધતાઓછા પ્રમાણમાં કારાવાસ પણ ભોગવ્યો. ૧૯૪૬થી જીવનપર્યત ‘હરિજન’ પત્રના તંત્રી સ્થાને રહ્યા.

પુસ્તકો

ફેરફાર કરો

ચરિત્રાત્મક નિબંધો

ફેરફાર કરો
  • જીવનશોધન (૧૯૨૯)
  • સમૂળી ક્રાંતિ (૧૯૪૮)
  • ગાંધીવિચારદોહન (૧૯૩૨)
  • અહિંસાવિવેચન (૧૯૪૨)
  • ગાંધીજી અને સામ્યવાદ (૧૯૫૧)
  • કેળવણીના પાયા (૧૯૨૫)
  • કેળવણીવિવેક (૧૯૪૯)
  • કેળવણીવિકાસ (૧૯૫૦)

પ્રકીર્ણ

ફેરફાર કરો
  • સ્ત્રીપુરુષમર્યાદા (૧૯૩૭)
  • કાગડાની આંખે (૧૯૪૭)
  • સંસાર અને ધર્મ (૧૯૪૮)
  • ગીતાધ્વનિ (૧૯૨૩) [‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’નો સમશ્લોકી અનુવાદ]
  • વિદાયવેળાએ (૧૯૩૫) [ખલિલ જિબ્રાનકૃત ‘ધ પ્રોફેટ’]
  • તિમિરમાં પ્રભા (૧૯૩૬) [તોલ્સ્તોયકૃત ‘ધ લાઇટ શાઇન્સ ઇન ડાર્કનેસ’]
  • ઊધઈનું જીવન (૧૯૪૦) [મેરિસ મેટરલિંકકૃત ‘ધ લાઈફ ઑવ ધ વ્હાઇટ ઍન્ટ્સ’]
  • માનવી ખંડિયેરો (૧૯૪૬) [પેરી બર્જેસકૃત ‘હૂ વૉક ઍલોન’]
  • જીવનશોધન- ભા. ૧,૨ (૧૯૨૯, ૧૯૩૦)
  • ગાંધીજી અને સામ્યવાદ (૧૯૫૧)
 
વિકિપીડિયા
વિકિપીડિયામાં કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળાને લગતો લેખ ઉપલબ્ધ છે.