જન્મ 1718, 1694
અમદાવાદ
મૃત્યુ 1765, 1769
વ્યવસાય લેખક, કવિ
ભાષા ગુજરાતી ભાષા
નોંધનીય કાર્ય અંગદવિષ્ટિ, રાવણ મંદોદરી સંવાદ

શામળ એ મધ્યકાલિન ગુજરાતીનો સાહિત્યકાર ગણાય છે. તે અમદાવાદના રાજપુર અને વેગણપુર ખાતે રહેતા હતા અને બાદમાં ખેડા જિલ્લાના માતર તાલુકાના સિંહજ ગામે સ્થાયી થયા હતા તે મુખ્યત્ત્વે પદ્યવાર્તા લખતા હતા. તેણે કવિતા અને છપ્પાની પણ રચના કરી છે. દલપતરામ દ્વારા શામળસતસઈની રચના કરી એને શામળના છપ્પાઓનું એકત્રીકરણ કરેલ છે. શામળની વિશેષતા વાર્તાચક્રનું સફળ નિરુપણ છે જેમાં એ મૂળ વાર્તાની અંદર વાર્તા અને તેની પણ અંદર વાર્તા એમ ત્રિસ્તરીય વાર્તાઓનું નિરુપણ કરે છે. તેણે પૌરાણિક અને પ્રકીર્ણ રચનાઓ પણ કરી છે.

કૃતિઓ ફેરફાર કરો

  • સિંહાસનબત્રીસી (વેતાળપચીસી+પંચદંડનો સમાવેશ આમાં થાય છે)
  • સૂડાબહોતેરી
  • પદ્માવતી
  • ચંદ્રચંદ્રાવતી
  • મદનમોહના
  • નંદબત્રીશી
  • રૂપાવતી
  • ભદ્રાભામિની
  • વિદ્યાવિલાસિનીની વાર્તા
  • બરાકસ્તૂરી
  • સુંદર કામદાર

  • શિવપુરાણ
  • અંગદવિષ્ટિ
  • શુકદેવાખ્યાન
  • વિશ્વેશ્વરાખ્યાન
  • રાવણ મંદોદરી સંવાદ
  • અભરામકુલીનો શલોકો
  • રુસ્તમ બહાદુરનો પવાડો
  • પતાઈ રાવળનો ગરબો
  • રણછોડજીના શલોકા (બોડાણાઆખ્યાન તરીકે પણ ઓળખાય છે)
  • ઉદ્યમકર્મસંવાદ
  • ગુલબંકાવલી