લીલુડી ધરતી - ૨
ચુનીલાલ મડિયા
૧૯૫૭
અપરાધ અને આળ →


લીલુડી ધરતી


ભાગ બીજો



ચુનીલાલ મડિયા




એવું રે તપી રે ધરતી એવું રે તપી
જેવાં તપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી.
(‘સરવાણી’)પ્રહ્‌લાદ પારેખ






નવભારત સાહિત્ય મંદિર
૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨
દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧

Leeludi Dharati : Gujarati Novel
by : Chunilal Madia
Published by : N. S. Mandir,
Bombay−2, & Ahmedabad−1
© Daksha Madia

પુનર્મુદ્રણ : ૧૯૮૯


કિંમત : રૂ. ૫૧−૦૦
સેટનું મૂલ્ય રૂ. ૧૦૦−૦૦


પ્રકાશક :

ધનજીભાઈ પી. શાહ
નવભારત સાહિત્ય મંદિર
૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ−૪૦૦ ૦૦૨
દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ−૩૮૦ ૦૦૧


મુદ્રક :
ડાહ્યાભાઈ એમ. પટેલ
મધુ પ્રિન્ટરી
આનંદમયી ફ્લૅટ્સ (ભોંયરામાં),
ગલા ગાંધીની પોળના નાકે,
દિલ્હી ચક્લા, અમદાવાદ−૧


‘હળ તૈયાર કરો, પશુઓને જોતરો ને તૈયાર ખેતરમાં વાવણી શરૂ કરી દો. આપણા ગાને ગાને કણેકણ ઊગો. આ પાકી ગયેલા પડખેના ખેતરમાં લાણી પડવા દો.

‘તરસ્યાં પશુઓ માટે થળાં તૈયાર કરો. આ સદાય ભર્યા ઊંડા શુકનવંતા કૂવામાંથી પાણી સીંચવા માંડો.

‘થળાં તૈયાર છે; ઊંડા ને શુકનવંતા કૂવામાં ડૂબેલ કોસ છલકે છે. ખેંચો, પાણી ખેંચો.

‘હે ક્ષેત્રપાલ ! અમારા ખેતરમાં સ્વચ્છ, મધુર ને ઘી જેવો, આનંદદાયી, અતૂટ, અમારી ગાયોના દૂધ જેવો વરસાદ વરસાવો. મેઘરાજા ! અમારા પર પ્રસન્ન થાઓ.

‘બળદો, આનંદથી કામ કરો. માણસો, આનંદથી કામ કરો; હળ, આનંદથી ચાલો. આનંદથી નાડળ બાંધો; આનંદથી બળદો હાંકો.

‘ઇન્દ્ર ! આ ચાસને સ્વીકાર. પૂષન્‌ ! એને આગળ લઈ લે. વરસાદના જળે એ ભરાઈ જાય, અને વર્ષોવર્ષ અમને ધાન્ય આપે.

‘ચવડું જમીનમાં આહ્‌લાદથી ચાલો, માણસો બળદોની વાંસે વાંસે આહ્‌લાદથી ચાલો. પૃથ્વીને મધુર વરસાદથી ભીંજવો. હે દેવો ! અમારા પર સુખ વરસાવો.

ઋગ્વેદ
 
(દર્શકકૃત “આપણો વારસો ને વૈભવ” માંથી)
 

We are created from and with the world
To suffer with and from it day by day.
(Canzone)—W. H. Auden











Fear the time when Manself will not suffer and die for a coneept; for, this one quality is the foundation of Manself.

(The Grapes of Wrath)
—John Steinbeck
 

નિવેદન

(પહેલી આવૃત્તિ)

‘જન્મભૂમિ’ દૈનિકમાં ૧૫મી નવેમ્બર ૧૯૫૬ થી ૧૪મી સપ્ટેમ્બર ૧૯૫૭ સુધી હપ્તે હપ્તે પ્રગટ થયેલી આ નવલકથાના લેખનમાં નિમિત્ત બનાવવાનો યશ એ અખબારના તંત્રીને ફાળે જાય છે. શ્રી સોપાને ‘જન્મભૂમિ’માં ચાલુ વાર્તા લખવાનો આગ્રહ ન કર્યો હોત — અથવા તો, એ સૂચન કર્યા પછી ચારેક મહિના સુધી મેં સેવેલા પ્રમાદ દરમિયાન એમની ધીરજ ખૂટી ગઈ હોત — તો આ કૃતિ ભાગ્યે જ આકાર પામી હોત. વળી, આરંભમાં, પાંચ-છ મહિનામાં પૂરી કરવા ધારેલી આ વાર્તા બમણો સમય ચાલી એ દરમિયાન પણ સંસ્થાના સંચાલકોની ધીરજ ખૂટી ન ગઈ, અને અઠવાડિક હપ્તાઓ તૈયાર કરવામાં મારી લગભગ અક્ષમ્ય ગણાય એવી અનિયમિતતા પણ નિભાવી લીધી, એ બદલ એમનો આભારી છું.

‘જન્મભૂમિ’ના સંપાદકો—અને મારા ભૂતપૂર્વ સાથીઓ—શ્રી હિંમતલાલ પારેખ, શ્રી મનુભાઈ મહેતા અને શ્રી મગનલાલ સતીકુમારે આ વાર્તાના લેખનમાં બહુ ઊંડો રસ લીધો છે તથા એના હપ્તાવાર પ્રકાશનની ઉમળકાભેર માવજત કરી છે એની નોંધ લઉં છું.

હપ્તાવાર મુદ્રણ દરમિયાન શ્રી જીવણલાલ જાની અને એમના સાથીઓએ તથા ગ્રંથપ્રકાશનમાં શ્રી ગોપાળરાવ વિદ્વાંસ અને ગ્રામલક્ષ્મી મુદ્રણાલયના કાર્યકરોએ જોડણીશુદ્ધિની જવાબદારી ઉઠાવીને મારું કામ ઘણું જ સરળ કરી આપ્યું છે.

સપ્ટેમ્બર, ૧૯૫૭ : મુંબઈ
ચુનીલાલ મડિયા
 
નોંધ

મારા પતિએ આ નવલકથામાં કોઈ ફેરફાર વિચાર્યો કે નોંધ્યો ન હતો. એથી આ કેવળ પુનર્મુદ્રણ છે.

દક્ષા મડિયા
 

શ્રી ચુનીલાલ મડિયાનાં પુસ્તકો

૦ નવલકથા

વ્યાજનો વારસ

પાવક જ્વાળા

ઇંધણ ઓછાં પડ્યાં

વેળાવેળાની છાંયડી


પ્રીતવછોયાં

શેવાળનાં શતદલ

કુમકુમ અને આશકા

સધરાના સાળાનો સાળો

સધરા જેસંગનો સાળો

ગ્રહાષ્ટક વત્તા એક

ઇન્દ્રધનુનો આઠમો રંગ

આલા ધાધલનું ઝીંઝાવદર

૦ નાટક

રંગદા

વિષવિમોચન

રક્ત તિલક

હું ને મારી વહુ

શૂન્યશેષ

રામલો રોબિનહુડ

નાટ્યમંજરી

૦ કવિતા

સૉનેટ

૦ સંપાદન

શ્રેષ્ઠ નાટિકાઓ

નટીશૂન્ય નાટકો

આંતરરાષ્ટ્રીય એકાંકીઓ

૦ નાટ્યવિષયક

નાટક ભજવતાં પહેલાં

૦ પ્રવાસ

જય ગિરનાર

૦ નવલિકા

ઘૂઘવતાં પૂર
ગામડું બોલે છે
પદ્મજા
રૂપ–અરૂપ
ચંપો અને કેળ
શરણાઈનો સૂર
તેજ અને તિમિર
અંતઃસ્ત્રોતા
જેકબ સર્કલ, સાત રસ્તા
ક્ષણાર્ધ
ગોરજ
મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ
મડિયાની ગ્રામકથાઓ
મડિયાની હાસ્યકથાઓ
મડિયા વાર્તાવૈભવ
મારી વાર્તાઓ
ક્ષત-વિક્ષત
૦ ચરિત્ર
વિદ્યાપ્રેમી ફાર્બસ
એન્ટન ચેખોવ
૦ નિબંધ
ચોપાટીને બાંકડેથી
છીંડુ ખોળતાં (છપાશે)
૦ વિવેચન
ગ્રંથગરિમા
વાર્તાવિમર્શ
શાહમૃગ-સુવર્ણમૃગ
કથાલોક
ગુજરાતી સાહિત્યમાં ડોકિયું
૦ અનુવાદ
શ્રેષ્ઠ અમેરિકન વાર્તાઓ
કાળજાં કોરાણાં
ફેરફુદરડી


લી લુ ડી ધ ર તી

ભાગ−૨
 

અનુક્રમ


પ્રકરણ  નામ પૃષ્ઠ
અપરાધ અને આળ
વહેમના વમળમાં ૧૨
બે કલંકિની ૨૨
મારું જીવતર લાજે ! ૩૭
પાપનું પ્રક્ષાલન ? ૫૧
ભવનો ફેરો ફળ્યો ૬૦
મેલડીનો કોપ ૬૭
ઘૂઘરિયાળો ધૂણ્યો ૮૧
અજાણ્યાં ઓધાન ૮૮
૧૦ મહેણાંની મારતલ ૧૦૧
૧૧ સતનાં પારખાં ૧૦૩
૧૨ કળોયું કકળે છે ? ૧૧૧
૧૩ ઠાકરદુવારે ૧૧૮
૧૪ આઠ ગાઉ આઘી કાઢો ૧૨૪
૧૫ દલ્લી દેખો,
 બમ્બઈ દેખો !
૧૨૯
૧૬ તાતી તેગ ૧૩૭
૧૭ પેટકટારી ૧૪૫
૧૮ ભીતરના ભેદ ૧૫૨
૧૯ મારી આંખનાં રતન ૧૫૯

પ્રકરણ નામ પૃષ્ઠ
૨૦ ઝમકુનો કોયડો ૧૬૮
૨૧ જીવતરનાં થીગડાં ૧૭૭
૨૨ સગડ ૧૮૪
૨૩ ડાઘિયો ભસ્યો ૧૯૦
૨૪ સૂરજ ઊગતાં પહેલાં ૧૯૯
૨૫ વસમો વેરાગ ૨૦૬
૨૬ ડાઘિયો રોયો ૨૧૨
૨૭ મુંઢકણું ૨૨૧
૨૮ રથ ફરી ગયા ૨૨૭
૨૯ ખાલી ખોળો ૨૩૪
૩૦ તમાશો ૨૪૨
૩૧ ક્યાં ગઈ મારી ચમેલી ? ૨૫૦
૩૨ આશાતંતુ ૨૫૭
૩૩ જડી ! જડી ! ૨૬૪
૩૪ કોરી ધાકોર ધરતી ૨૭૨
૩૫ આવ્યો આષાઢો ! ૨૮૧
૩૬ જીવન અને મૃત્યુ ૨૮૮
૩૭ ધરતીનું સૌભાગ્ય ૨૯૩
૩૮ અને મૃત્યુમાંથી જીવન ૨૯૭
° પ્રયોગને અંતે ૩૦૩

———♦———


આ કૃતિને Creative Commons Attribution-Share Alike 4.0 International નામની પરવાનગી હેઠળ મુક્ત કરવામાં આવી છે, આ પરવાનગી અનુસાર; અમુક શરતો જેમ કે પરવાનગી ન બદલવી, પરવાનગીની નોંધ મૂકવી અને મૂળ લેખકનો કર્તા તરીકે ઉલ્લેખ કરવો અને જો તે કૃતિને મઠારવામાં આવે તો ફરી આ જ પરવાનગી હેઠળ મુક્ત કરવી વગેરે હેઠળ કૃતિનો મુક્ત વપરાશ, વહેંચણી અને વ્યુત્પન્ન કરવાની પરવાનગી આપવામાં આવે છે.