તાર્કિક બોધ
દલપતરામ
૧૮૯૦


गुजरात वर्नाक्युलर सोसायटी प्रबंधमाळा

तार्किक बोध

(બુદ્ધિપ્રકાશના પુસ્તકો ઉપરથી)

રચનાર,

કવી○ દલપતરામ ડાહ્યાભાઈ, સી આઇ. ઇ.




બીજી આવૃત્તિ — પ્રત ૫૦૦




अमदावाद


ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની ઓફિસ.



સંવત્ ૧૯૪૭ ——— સન ૧૮૯૦.


(સર્વ હક્ક સ્વાધીન.)




કિમ્મત ચાર આના.



The Gujarat Vernacular Society's Series

MORAL TALES


BY


KAVI DALPATRAM DAYABHAI, C. I E.

(Compiled from the Buddhiprakash )



Second Edition.- 500 copies.



AHMEDABAD:

Office of the Gujarat Vernacular Sociely,


(All Rights Reserved.)


SAMVAT 1947.—— 1890 A. D.




Price Four Annas.















Registered for Copy Right under the Govern-
ment of India's Act XXV of 1867.















AHMEDABAD,
Printed by Ghelabhai Naraindas at the “Union Printing Press”



गुजरात वर्नाक्युलर सोसायटी प्रबंधमाळा

तार्किक बोध

(બુદ્ધિપ્રકાશના પુસ્તકો ઉપરથી)

રચનાર,

કવી○ દલપતરામ ડાહ્યાભાઈ, સી આઇ. ઇ.




બીજી આવૃત્તિ — પ્રત ૫૦૦




अमदावाद


ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની ઓફિસ.



સંવત્ ૧૯૪૭ ——— સન ૧૮૯૦.


(સર્વ હક્ક સ્વાધીન.)




કિમ્મત ચાર આના.















સન ૧૮૬૭ ના આક્ટ ૨૫ મા પ્રમાણે નોધણી
પુસ્તક સંબંધી સર્વ હક્ક ગુજરાત વર્નાક્યુલર
સોસાયટીએ સ્વાધીન રાખ્યા છે.















અમદાવાદ,
યુનિયન પ્રિંટિંગ પ્રેસમાં ઘેલાભાઈ નરસિંહદાસે છાપ્યું.


प्रस्तावना.


ગુજરાત વર્નાક્યુલર સોસઈટીના સેક્રેટરી મેહેરબાન ટી. બી. કરટીસ સાહેબે મને આજ્ઞા કરી, કે બુદ્ધિપ્રકાશ ચોપાનિયામાંથી સારા સારા વિષયોનો સંગ્રહ કરીને, મળાતા વિષયોની ચાર ચાર આનાની કિંમતની ચાર ચોપડીઓ કરવી. તેથી વિદ્યા ભણતરની ઉસકેરણીના વિષયોનો સંગ્રહ કરીને, પ્રથમ विद्याबोध નામની ચોપડી મેં તૈયાર કરી પછી નાના પ્રકારની તાર્કિક વાતો મેં જોડી કાઢીને બુદ્ધિપ્રકાશમાં દાખલ કરેલી હતી. તેમાંથી કેટલીએક વાતોનો સંગ્રહ કરીને આ બીજી ચોપડી તૈયાર કરી. તે તાર્કિક વાતોથી વાંચનારને બોધ થાય એવી વાતો છે, માટે આ ચોપડીનું નામ तार्किकबोध રાખ્યું છે. તેમાં ૧૫ વિષયો દાખલ કર્યા છે. અને ક્રૂરચંદ, તથા સુરચંદનો સંવાદ લઈને એક જોડી દીધો છે.

તેમાં પહેલા ત્રણ વિષયોમાં માણસ ઉપર દયા રાખીને તેઓને સુધારવા બાબત છે. પછીના ત્રણ વિષયોમાં કેવા પુસ્તક ઉપર પકો ભરૂંસો રાખવો, તથા વિદ્વાનોની પરીક્ષા કેવી રીતે કરવી તે બાબત છે. પછી સાતમા અને આઠમા વિષયોમાં મરનાર માણસને કેડે રોવું કુટવું નહિ. તથા અતિશે દીલગીર થવું નહિ તે બાબત છે. તે પછીના ત્રણ વિષયોમાં બાળકને કેળવણી આપવા બાબત છે. પછીના ત્રણમાં દેશી રાજાઓને તથા પ્રજાને શિખામણ છે. અને છેલા વિષયમાં તર્કશક્તિનો અભ્યાસ કરવા બાબત છે.

આ ચોપડીમાં રમુજ સાથે બોધ છે. તે અસરકારક છે.

દલ. ડાહ્યા.