સભ્યની ચર્ચા:Vyom25/જૂની ચર્ચા ૧
આ પાનું સભ્ય Vyom25ની વર્ષ ૨૦૧૨ની જૂની ચર્ચાઓ ધરાવે છે. કૃપયા આ પાનાંમાં ફેરફાર કરવો નહિ અને નવી ચર્ચા સભ્યના ચર્ચાનાં પાનાં પર જ કરવી.
પ્રબંધક મતદાન
ફેરફાર કરોમુરબ્બીશ્રી, આપણા નવા વિકિસ્રોતના નિયમન માટે પ્રબંધકની જરૂર છે. આ પ્રબંધકના પદ માટે અહીં [૧] આપનો મત આપવા વિનંતિ. --Sushant savla (talk) ૦૦:૧૯, ૨૯ માર્ચ ૨૦૧૨ (IST)
વિકિ સ્ત્રોત ની વાર્તા
ફેરફાર કરોપ્રિય વ્યોમ, જો આપને વિકિસ્ત્રોત વિશે ની મારી બ્લોગ વાર્તા માં યોગદાન આપવું હોય તો આપ મને ઈ-મેલ દ્વારા જ્ણાવી શકો છો. મને આપની વિકિસ્ત્રોત ના યોગદાનો ની વાર્તા વાંચી ને ખૂબ આનંદ થશે. nraval@wikimedia.org. Noopur28 (talk) ૧૮:૦૦, ૧ એપ્રિલ ૨૦૧૨ (IST)
- આપનો ખૂબ આભાર, વાર્તા એટલે કઈ રીતે? જરા સમજાવશો અથવા તો તમારા બ્લોગનું સરનામું આપશો.--Vyom25 (talk) ૧૦:૩૨, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)
- Blog ની લિન્ક છે. હૂં સુશાંત અને ધવલ ભાઇ નો ઇન્ટરવ્યૂ લઈ ચુકી છું. મને જાણવું છે કે આપ વિકિસ્ત્રોત માં કેમ જોડાયા અને આપ ગુજરાતી વિકિપીડિયા પર શું કામ યોગદાન આપો છો. આપની પ્રેરણા શું છે?Noopur28 (talk) ૧૧:૧૬, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)
- મારું વિકિસ્ત્રોતમાં જોડાવાનું મુખ્ય કારણ મારો પુસ્તકો વાંચવાનો શોખ છે. આપ જો ઇન્ટરનેટ પર સર્ચ કરશો તો જાણી શકશો કે અંગ્રેજી, ફ્રેન્ચ અને અન્ય વિદેશી ભાષાઓનાં અનેક પુસ્તકો(કે જેના પર કોપીરાઈટ ન હોય) વાંચવા માટે મળી રહે છે જ્યારે ગુજરાતી ભાષાના ગણ્યાગાંઠ્યાં પુસ્તકો મળે છે એ પણ એવા કે જે ઈન્ટરનેટ પર મૂકનાર જે તે વ્યક્તિની પસંદના હોય. હું કેટલાક સમયથી પ્રૉજેક્ટ ગુટેનબર્ગનો ઉપયોગ પુસ્તકો વાંચવા માટે કરતો હતો તેના પર પણ મોટે ભાગે અંગ્રેજી ભાષાના જ પુસ્તકો છે. જ્યારે મને ગુજરાતી વિકિસ્ત્રોત વિશે જાણ થઈ ત્યારે મને એમ લાગ્યું કે ગુજરાતી ભાષાના પુસ્તકો માટે અને તેના વાંચનારા માટે આ એક સરસ તક છે કે જ્યાં માત્ર ગુજરાતી ભાષાના જ પુસ્તકો અને લેખો હોય. બીજું એક મોટું કારણ એ છે કે તમે વિચારો કે વિકિપીડિયાના કોઈપણ લેખમાં આપણે કરેલું એક માત્ર . (પૂર્ણવિરામ) આખી દુનિયા જોઇ શકે છે તો લખેલા આખા લેખો જ્યારે અનેક લોકો વાંચે ત્યારે એક અનેરો જ આનંદ થાય છે. આવી અનેરી તક બીજે ક્યાં મળે? બસ આવા જ કંઇ સાદા કારણો છે વિકિપીડિયા અને વિકિસ્ત્રોત પર કામ કરવાના.--Vyom25 (talk) ૧૮:૦૨, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)
- નૂપુરબેન, માફ કરજો. એક સવાલ વ્યોમભાઈને મારા તરફથી પણ. તમે કહ્યું કે જ્યારે મને ગુજરાતી વિકિસ્ત્રોત વિશે જાણ થઈ .., તો જણાવશો કે ક્યારે અને કેવી રીતે તમને આ જાણ થઈ? આ મુદ્દો મારા માટે મહત્વનો છે, કેમકે, ભવિષ્યમાં વિકિસ્રોતનો વ્યાપ વધારવા માટે આમાંથી માર્ગદર્શન મળી શકે તેમ છે.--Dsvyas (talk) ૧૮:૪૦, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)
- અંગ્રેજી વિકિસ્ત્રોત વિષે મને બહુ જ પ્રાથમિક કહી શકાય તેવું જ્ઞાન હતું પણ મને ગુજરાતી વિકિસ્ત્રોત વિશે મને ગુજરાતી વિકિપીડિયાના મેઇલીંગ લીસ્ટ દ્વારા જાણ થઈ અને તમે લોકો જ્યારે સંદેશાઓનું ભાષાંતર કરી રહ્યા હતા, કે જે એક શરત હતી ગુજરાતી વિકિસ્ત્રોતના પોતાના ડોમેન માટે, ત્યારે મારો રસ વધ્યો. ધવલભાઇ આપે જ મને મારા ગુજરાતી વિકિપીડિયાના ચર્ચા પાના ઉપર આ મેઇલીંગ લીસ્ટની જાણ કરી હતી (જે અહીં જોઇ શકશો). આમ હું મેઇલીંગ લીસ્ટમાં જોડાયો અને ત્યારબાદ ગુજરાતી વિકિસ્ત્રોતમાં, માટે ગુજરાતી વિકિસ્ત્રોતમાં હું જોડાઇ શક્યો માટે હું આપનો પણ આભારી છું.--Vyom25 (talk) ૧૯:૩૭, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ના ભાઈ, આભાર તો ઈશ્વરનો માનો કે જેણે આપણને સહુને આપણી ભાષાના જતન અને પ્રસાર માટે પસંદ કર્યા છે.--Dsvyas (talk) ૨૦:૨૦, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)

ગુજરાતી વિકિસ્ત્રોત સુધી હું પહોંચ્યો હતો મારા વિકિપીડિયાપરના લેખના ગુજરાતીમાં અનુવાદ કરવા અંગેની શોધ પરથી. પરંતુ અહીં આગળ પરની ચર્ચા જોતાં એવું જણાય છે કે આ વિષયને જો થોડો વધારે આયોજિત સ્વરૂપે પ્રસારીત કરીએ તો આપણે વધારે કામ વધારે ઝડપથી કરી શકીએ. આ અંગે મારા પ્રાથમિક વિચારો આપ સૌની વિચારણા માટે અહીં રજૂ કરૂં છુંઃ ગુજરાતી વિકિસ્ત્રોત વધારે અને વધારે શોધમાં આગળ પડતું રહે, તો તેમાં વધારે ગુજરાતીઓને રસ લેતા કરી શકીએ. આ સમુદાયમાંથી વધારે અને વધારે સ્વયંસેવ(વિ)કો પણ મળી રહે. તે ઉપરાંત ગુજરાતી બ્લૉગ્સના aggregators અથવા તો વધારે વંચાતા ગુજરાતી બ્લૉગના લેખકોને પણ આ પ્રવૃતિવિષે માહિતિ પ્રસિધ્ધ કરવાની રજૂઆત પણ કરવાનું વિચારી શકાય. અને છેલ્લે, આપણે દરેક આપણાં મિત્ર વર્તુંળમાં આ યોજનાની વાત વહેતી કરી શકીએ. .--Amvaishnav
સીતારામ...જય માતાજી
ફેરફાર કરોશ્રી વ્યોમભાઈ, હાલ આપશ્રી દ્વારા અહીં ખુબજ સુંદર યોગદાન થઈ રહ્યુ છે. જે વિકિ માટે અને વિકિમિત્રો માટે ખુમજ સારી બાબત છે (અમને ટેકો મળી રહે ને!) પાડીયો થવાનો વારો આવે તો એક વધુ... :-) તમને પણ ભજનો નો શોખ હોય તેવુ લાગે છે. તો સૌમિત્રો મળીને આપણી માતૃભાષાને સમૃધ્ધ બનાવવા સૌ ખભ્ભે ખભ્ભો મીલાવીને આગળ વધીએ તેવી શુભકામના સાથે જય માતાજી...--જીતેન્દ્રસિંહ (talk) ૨૧:૦૦, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)
- જય માતાજી...બાપુ આપણી માતૃભાષાની સેવા કરવાનો આવો લાભ બીજે ક્યાં મળે? ભજનના શોખ વગરનો કાઠિયાવાડી તો ગોતવા નીકળવો પડે....સીતારામ...જય માતાજી--Vyom25 (talk) ૦૯:૦૨, ૩ એપ્રિલ ૨૦૧૨ (IST)
All The Best
ફેરફાર કરોWish u all the best for your migration. May all things are settled smoothly! Take care! --Sushant savla (talk) ૨૦:૩૩, ૫ એપ્રિલ ૨૦૧૨ (IST)
- થેન્ક યુ.....--Vyom25 (talk) ૧૬:૦૬, ૬ એપ્રિલ ૨૦૧૨ (IST)
Email Bounced
ફેરફાર કરોEnclosing the copy otemail sent on your hotmail id which was bounced. Hi Vyom, How are you? hope you are well and your work of settling down is going smoothly. This is just to tell you that the other day Ashoke bhai wrote me an email and asked to tell u to be ready with Next Pariyojana. We ae going as per our earlier discussion. I suppose this current book should get over in next 15 days. and immediately we wish to start the Project under your management. Sushant
--Sushant savla (talk) ૧૧:૫૫, ૧૫ એપ્રિલ ૨૦૧૨ (IST)
- મને ખબર નથી ઇ-મેલ કેમ ન પહોંચ્યો પણ મેં કાલે રાતે જ બુકનું સ્કેનિંગ પૂરું કરી લીધું છે અને મને લાગે છે કે મંગળવારે કે ત્યાર પછીના એક બે દિવસમાં અનુક્રમણિકા ચડાવી દઊં. તમારું શું કહેવાનું છે?--Vyom25 (talk) ૧૨:૧૩, ૧૫ એપ્રિલ ૨૦૧૨ (IST)
- હા હા, શુભસ્ય શીઘ્રમ્ . આત્મકથાના હવે આમેય ૨૫ પ્રકરણો જ બાકી છે. --Sushant savla (talk) ૧૮:૫૭, ૧૭ એપ્રિલ ૨૦૧૨ (IST)
મેં ઢાંચો:પ્ર.અ.-ભારત બનાવ્યો છે. મઠારવા / સુધારવા વિનંતી --Sushant savla (talk) ૧૮:૫૭, ૧૭ એપ્રિલ ૨૦૧૨ (IST)
- cell spacing અને cell padding થોડા વધારીએ તો કેવું રહેશે આપના વિચાર જણાવશો બાકી બધું આવરી લેવાયું છે એવું મને લાગે છે. ખુબ સરસ.--Vyom25 (talk) ૨૦:૦૩, ૧૭ એપ્રિલ ૨૦૧૨ (IST)
- cell spacing અને cell padding શું છે તે ન સમજાયું. તમે મઠારીને એક ટ્રાયલ ઢાંચો બનાવો. આપણે સરખામણી કરી જોઈશું. મને તો ત્રાંસા અક્ષરો પણ ખટકે છે શું સીધા અક્ષરો લખીશું?--Sushant savla (talk) ૨૨:૩૦, ૧૭ એપ્રિલ ૨૦૧૨ (IST)
- cell spacing અને cell padding થી વાક્યો અને બોર્ડર વચ્ચે જગ્યા વધશે. શબ્દો વચ્ચે પણ જગ્યા વધશે. જેથી અત્યારે જે template ભરેલું લાગે છે તેને બદલે થોડું જગ્યા વાળું બનશે. પણ હું મુખ્ય ઢાંચામાં ફેરફાર કરું તો તે જ્યાં જ્યાં વપરાયો છે ત્યાં બધે ફેરફાર થશે. તો માત્ર ટ્રાયલ ઢાંચો કઈ રીતે બનાવવો? જો તમે પોતે જોવા માગતા હો તો ઢાંચામાં કોડીંગમાં જ્યાં cell padding અને cell spacing છે ત્યાં તેની બાજુમાં "0" છે તેની બદલે "5" કરી ટ્રાય કરી જુઓ. અક્ષરો ત્રાંસા રાખવાથી કોઇ ફાયદો જણાતો નથી. માટે તેને સીધા રાખવા વધુ સલાહભર્યા છે. હું તમારી સાથે સહમત છું.--Vyom25 (talk) ૧૧:૩૧, ૧૮ એપ્રિલ ૨૦૧૨ (IST)
- cell spacing અને cell padding શું છે તે ન સમજાયું. તમે મઠારીને એક ટ્રાયલ ઢાંચો બનાવો. આપણે સરખામણી કરી જોઈશું. મને તો ત્રાંસા અક્ષરો પણ ખટકે છે શું સીધા અક્ષરો લખીશું?--Sushant savla (talk) ૨૨:૩૦, ૧૭ એપ્રિલ ૨૦૧૨ (IST)
’આત્મકથા પરિયોજના’ અભિનંદન
ફેરફાર કરોશ્રી.વ્યોમજી, ||અભિનંદન|| મહાત્મા ગાંધીજીનું પુસ્તક સત્યના પ્રયોગો અથવા આત્મકથા, સહકાર્ય પરિયોજના હેઠળ વિકિસ્રોત પર ચઢાવવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ સહકાર્યમાં આપના અમૂલ્ય સહકાર બદલ હાર્દિક ધન્યવાદ.--અશોક મોઢવાડીયા (talk) ૧૮:૧૯, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)
- સૌથી મોટા ધન્યવાદને પાત્ર આપ છો. માટે ખૂબ ખૂબ આભાર.--Vyom25 ૨૦:૩૫, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)
- આભાર, વ્યોમજી. ભદ્રંભદ્રનાં પાનાં આપ મોકલવા જ માંડો, મારું મેઇલ એડ્ડ્રેસ તો આપની પાસે છે જ. આપણે આત્મકથામાં કર્યું તેમ ભદ્રંભદ્રનાં ચર્ચાના પાને પણ સહકાર્ય કરતા મિત્રોના નામ અને સોંપાયેલા પાના (પ્રકરણ)ની વિગત લખી જ નાંખો. જેમનું મેઈલ એડ્ડ્રેસ આપની પાસે ન હોય તેમને આપનાં મેઈલ પર એક ટેસ્ટમેઈલ કરવા પણ જણાવી દેવું. હવે અમારાં આંગળા સળવળવા માંડ્યા છે !!! આભાર.--અશોક મોઢવાડીયા (talk) ૨૧:૦૭, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)
- આ લ્યો હમણાં કામ ચાલુ કરું છું--Vyom25 ૨૧:૧૩, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)
- આભાર, વ્યોમજી. ભદ્રંભદ્રનાં પાનાં આપ મોકલવા જ માંડો, મારું મેઇલ એડ્ડ્રેસ તો આપની પાસે છે જ. આપણે આત્મકથામાં કર્યું તેમ ભદ્રંભદ્રનાં ચર્ચાના પાને પણ સહકાર્ય કરતા મિત્રોના નામ અને સોંપાયેલા પાના (પ્રકરણ)ની વિગત લખી જ નાંખો. જેમનું મેઈલ એડ્ડ્રેસ આપની પાસે ન હોય તેમને આપનાં મેઈલ પર એક ટેસ્ટમેઈલ કરવા પણ જણાવી દેવું. હવે અમારાં આંગળા સળવળવા માંડ્યા છે !!! આભાર.--અશોક મોઢવાડીયા (talk) ૨૧:૦૭, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)
ભદ્રંભદ્ર પરિયોજના
ફેરફાર કરોશ્રી.વ્યોમજી, પ્રકરણ - ૬ પૂર્ણ થયું. કૃપયા નવું પ્રકરણ મેઇલ કરશોજી. આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૨૦:૧૫, ૨૬ એપ્રિલ ૨૦૧૨ (IST)
- પ્રકરણ મોકલી દીધું છે.--Vyom25(મને વ્યોમ કહો) ૨૦:૩૪, ૨૬ એપ્રિલ ૨૦૧૨ (IST)
શ્રી , વ્યોમજી પ્રકરણ-૧૦ મળી ગયું છે, આપની સાથે જોડાવાનુ સદ્ભાગ્ય મળ્યું, આન્ંદ થયો. હવે શું ભુલ ના થવી જોઇએ તે જણાવશો તો વધુ ગમશે. દેવેન્દ્રસિંહ ગોહિલ
- અરે, ગોહિલસાહેબ સદ્ભાગ્ય તો મારૂં છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૨૧, ૩ મે ૨૦૧૨ (IST)
પ્રકરણ ૯ ભદ્રંભદ્ર સમાપ્ત
ફેરફાર કરોનવું પ્રકરણ મોકલશો. --Sushant savla (talk) ૧૩:૩૩, ૩ મે ૨૦૧૨ (IST)
- વ્યોમજી, પ્રકરણ ૧૧ પૂર્ણ. નવું પ્રકરણ મોકલાવશોજી. --અશોક મોઢવાડીયા (talk) ૧૮:૫૯, ૩ મે ૨૦૧૨ (IST)
- આપ બંન્નેને નવું પ્રકરણ મોકલેલ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૧૯, ૩ મે ૨૦૧૨ (IST)
પ્રકરણ ૧૮ પૂર્ણ
ફેરફાર કરોનવું પ્રકરણ મોકલશો --Sushant savla (talk) ૦૯:૫૭, ૬ મે ૨૦૧૨ (IST)
- આપને નવું પ્રકરણ મોકલેલ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૪૩, ૧૦ મે ૨૦૧૨ (IST)
આભાર
ફેરફાર કરોવ્યોમભાઈ, આવો આભારનો ખોટો ભાર મારા ઉપર ના લાદશો. એકબીજાને મદદ રૂપ થવું એ તો આપણું કર્તવ્ય છે, તેમાં વળી આભાર શેનો? આપને અને અશોકભાઈને કંઈક કામ આવી શક્યો એ વાતનો આનંદ છે.--Dsvyas (talk) ૧૫:૨૮, ૧૦ મે ૨૦૧૨ (IST)
- અરે તમે ફૂલ સૂંઘો અને જલસા કરો ને યાર.;)--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૩૦, ૧૦ મે ૨૦૧૨ (IST)
નવું પ્રકરણ મોકલો
ફેરફાર કરોવ્યોમજી, પ્રકરણ ૨૨ પૂર્ણ. કૃપયા નવું મોકલશોજી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૧૩, ૧૬ મે ૨૦૧૨ (IST)
- અશોક્ભાઇ આપને પ્રકરણ ૩૦ મોકલી આપ્યું છે જે ઘણું લાંબુ છે માટે આપને કોઇ સમસ્યા હોય કે જો આપને તે અડધા ભાગમાં કોઇ અન્ય મિત્ર સાથે વહેંચવું હોય તો જણાવશો. આ સાથે આપણી આ પરિયોજનાની પ્રકરણની વહેચણી પૂર્ણ થાય છે. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૦૯:૫૬, ૧૭ મે ૨૦૧૨ (IST)
- આભાર વ્યોમજી, અરે ના રે ના ! લાંબુ પ્રકરણ હશે તો બે દહાડા વધુ લાગશે એજ ને ! (વાંચવાનું પણ વધુ મળશે એ લાભ પણ ને !!) થઈ રહેશે. હમણાં ગરમીને કારણે થોડો સુસ્ત થઈ ગયો લાગું છું તેથી આગલા પ્રકરણમાં થોડો વિલંબ થયો. શક્ય તેટલું ઝડપી આ કાર્ય પૂર્ણ કરીશું. આભાર. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૧૮, ૧૭ મે ૨૦૧૨ (IST)
- આ ગરમી કેસર કેરી વગર તો સહન કરવી અઘરી છે. કોમ્પ્યુટર પર બેસતાં જ પરસેવો થાય છે. આપણે ક્યાં ઉતાવળ છે આરામથી તમારી અનૂકુળતાએ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૪૫, ૧૮ મે ૨૦૧૨ (IST)
- આભાર વ્યોમજી, અરે ના રે ના ! લાંબુ પ્રકરણ હશે તો બે દહાડા વધુ લાગશે એજ ને ! (વાંચવાનું પણ વધુ મળશે એ લાભ પણ ને !!) થઈ રહેશે. હમણાં ગરમીને કારણે થોડો સુસ્ત થઈ ગયો લાગું છું તેથી આગલા પ્રકરણમાં થોડો વિલંબ થયો. શક્ય તેટલું ઝડપી આ કાર્ય પૂર્ણ કરીશું. આભાર. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૧૮, ૧૭ મે ૨૦૧૨ (IST)
ભૂતમંડળમાં પ્રવેશ
ફેરફાર કરોવ્યોમભાઇ, 'ભૂતમંડળમાં પ્રવેશ'માં પ્રવેશ થઈ ચૂક્યો છે. :-) એટલે કે પ્રકરણ પુર્ણ થઈ ગયું છે. http://gu.wikisource.org/wiki/%E0%AA%AD%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0/%E0%AB%A7%E0%AB%AB._%E0%AA%AD%E0%AB%82%E0%AA%A4%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AB%87%E0%AA%B6 આપ પ્રુફરિડિંગ કરી આપશો? સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૮:૫૯, ૨૮ મે ૨૦૧૨ (IST)
- અને કોર્ટમાં કેસ પણ ચાલી ચુક્યો છે. માજિસ્ટ્રેટ સાહેબ કામ ચલાવવાની નવી તારીખ આપે તેની પ્રતિક્ષામાં.--Dsvyas (talk) ૦૩:૩૦, ૨૯ મે ૨૦૧૨ (IST)
- હા જી જવાબ આપવામાં વિલંબ થવા બદલ માફી પણ આપની લેખિત અરજી ધ્યાન પર વહેલામાં વહેલી તકે લેવામાં આવશે.--Vyom25(મને વ્યોમ કહો) ૦૯:૪૩, ૩૦ મે ૨૦૧૨ (IST)
ભદ્રંભદ્ર-પ્ર.૩૦
ફેરફાર કરોશ્રી.વ્યોમજી, આ સાથે આજે પ્રકરણ ૩૦ પૂર્ણ થયું. જો કે લાંબા પ્રકરણને કારણે થોડું મોડું થયું એ દરગુજર કરશોજી. અન્ય સેવા ફરમાવશો. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૦૯, ૭ જૂન ૨૦૧૨ (IST)
- સરસ......--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૪૨, ૭ જૂન ૨૦૧૨ (IST)
ભદ્રંભદ્ર-પ્ર.૧૦
ફેરફાર કરોશ્રી.વ્યોમજી, આ સાથે આજે પ્રકરણ ૧૦ પૂર્ણ થયું. જો કે વેકેશન ને કારણે થોડું મોડું થયું એ દરગુજર કરશોજી. અન્ય સેવા ફરમાવશો. આભાર. દેવેન્દ્રસિંહ ગોહિલ.
- કોઇ જ વાંધો નહિ આપે પ્રકરણ નક્કી સમયસીમામાં પૂર્ણ કરી દીધું છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૨૮, ૧૯ જૂન ૨૦૧૨ (IST)
અભિનંદન
ફેરફાર કરોવ્યોમ, ભદ્રંભદ્ર પુસ્તકને સ્રોત પર ચઢાવવાની પરિયોજનાનું સફળ સંચાલન અને પ્રબમ્ધન કરવા બદ્દલ આપને ખૂબ ખૂબ અભિનંદન. ભવિષ્યની યોજનાઓમાં પણ આપનો આવો ઉત્સાહી સહયોગ મળતો રહે એ અપેક્ષા સહ ફરી અભિનંદન. --Sushant savla (talk) ૧૬:૪૨, ૨૩ જૂન ૨૦૧૨ (IST)
- અભિનંદન હકદાર તો તમે છો. હવે આપણી આવતી પરિયોજના જલદી શરૂ થાય એટલે ફરી પાછા કામે લાગીએ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૩૯, ૨૩ જૂન ૨૦૧૨ (IST)
- વ્યોમભાઈ, આવું સુંદર સંચાલન કરીને આ પુસ્તકને પૂર્ણતાને આરે લાવવા બદલ હાર્દિક અભિનંદન. ખંતથી તમે જે રીતે સંચાલન કર્યું અને ફક્ત સંચાલક ન બની રહેતા અંતે રહી ગયેલું બાકી કામ પૂરું કરવામાં પણ તમે જે રીતે લાગી ગયા અને સમયસર પરિયોજનાની પૂર્ણાહુતિ કરી, તે ખરેખર જ સરાહનિય કાર્ય છે.--Dsvyas (talk) ૧૯:૨૬, ૨૩ જૂન ૨૦૧૨ (IST)
- ધવલભાઇ બહુ વખાણ ન કરો ;) અને મેં ટાઇપિંગ કર્યું એમાં ક્યાં મોટી વાત છે ઊલટું આ વખતે ઓછું ટાઇપિંગ કર્યાનો અસંતોષ મારે આવતી પરિયોજનામાં પૂર્ણ કરવાની ઇચ્છા છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૪૦, ૨૩ જૂન ૨૦૧૨ (IST)
- શ્રી.વ્યોમજી. ભદ્રંભદ્ર પરિયોજના, તેનું સફળ સંચાલન અને પૂર્ણાહૂતિ આ પ્રસંગે આપને પણ અમારાં હાર્દિક અભિનંદન. આ પરિયોજના પર કાર્ય કરવામાં ઘણો આનંદ આવ્યો. આગળ પણ આપનાં સંચાલન હેઠળ નવી નવી પરિયોજનાઓમાં કાર્ય કરવા સદ્ભાગી બનું તેવી અભ્યર્થનાસહ: ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૨૯, ૨૫ જૂન ૨૦૧૨ (IST)
- અરે, અશોકભાઇ હવે મારી પહેલાં તમારો વારો છે. એમ છટકો ઇ ક્યાંથી હાલે ?--Vyom25(મને વ્યોમ કહો) ૧૪:૧૯, ૨૫ જૂન ૨૦૧૨ (IST)
- શ્રી.વ્યોમજી. ભદ્રંભદ્ર પરિયોજના, તેનું સફળ સંચાલન અને પૂર્ણાહૂતિ આ પ્રસંગે આપને પણ અમારાં હાર્દિક અભિનંદન. આ પરિયોજના પર કાર્ય કરવામાં ઘણો આનંદ આવ્યો. આગળ પણ આપનાં સંચાલન હેઠળ નવી નવી પરિયોજનાઓમાં કાર્ય કરવા સદ્ભાગી બનું તેવી અભ્યર્થનાસહ: ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૨૯, ૨૫ જૂન ૨૦૧૨ (IST)
- ધવલભાઇ બહુ વખાણ ન કરો ;) અને મેં ટાઇપિંગ કર્યું એમાં ક્યાં મોટી વાત છે ઊલટું આ વખતે ઓછું ટાઇપિંગ કર્યાનો અસંતોષ મારે આવતી પરિયોજનામાં પૂર્ણ કરવાની ઇચ્છા છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૪૦, ૨૩ જૂન ૨૦૧૨ (IST)
- વ્યોમભાઈ, આવું સુંદર સંચાલન કરીને આ પુસ્તકને પૂર્ણતાને આરે લાવવા બદલ હાર્દિક અભિનંદન. ખંતથી તમે જે રીતે સંચાલન કર્યું અને ફક્ત સંચાલક ન બની રહેતા અંતે રહી ગયેલું બાકી કામ પૂરું કરવામાં પણ તમે જે રીતે લાગી ગયા અને સમયસર પરિયોજનાની પૂર્ણાહુતિ કરી, તે ખરેખર જ સરાહનિય કાર્ય છે.--Dsvyas (talk) ૧૯:૨૬, ૨૩ જૂન ૨૦૧૨ (IST)
ભાઇશ્રી વ્યોમભાઇ, આપનો આભાર સંદેશ મળ્યો. પણ આભાર તો તમારો માનવો ઘટે કે આપે આવી સુંદર રીતે કામગીરિ બજવી. આ રીતે પ્રોજેક્ટ કરવાની રીતને અમે કોમ્પ્યુટરની ભાષામાં "સ્ક્રમ" તરીકે ઓળખીયે છીએ અને આ કાર્ય કોઇ પણ રીતે સહેલું ગણાતું નથી. ખુબ ખુબ આભાર... સીતારામ... મહર્ષિ --85.180.9.201 ૨૧:૪૩, ૨૩ જૂન ૨૦૧૨ (IST)
- 'સ્ક્રમ' શબ્દ આવતાં જ મને રગ્બીની રમત દેખાય છે. મને રમત ગમત રમવા તથા જોવાનો શોખ છે. પણ રગ્બી એક અને એકમાત્ર એવી રમત છે જે મને ક્યારેય રમવાની ઇચ્છા(અહીં હિંમત એમ વાંચવાની પુરુષજાતિને છુટ છે.) નથી થઈ. હવે આ આડવાતને બાજુ પર રાખીને કહું તો પરિયોજનાને આપ જેવા લોકોનો સાથ મળ્યો તેથી આ કાર્ય સહેલું થઈ ગયું.--Vyom25(મને વ્યોમ કહો) ૦૦:૧૨, ૨૪ જૂન ૨૦૧૨ (IST)
- તમે ખરું પકડ્યું આ શબ્દ રગ્બિનો માંથી જ ઉતરી આવ્યો છે અને જેમ રગ્બિમાં એક જુથ થઈને ઝડપથી નિશ્નિત ધ્યેય તરફ આખુ જુથ ગતી કરે તેમ. વળી તમારો ઇ-મેઇલ મળ્યો બી.બી.સી. નો કે એક કલાકમાં કેટલું શીખી શકાય અને ખરેખર અહીં વિતાવેલો સમય અમૂલ્ય છે. ભદ્રંભદ્રની ભાષામાં કહિયે તો અહિં "મને જે હર્ષ થાય છે તેની આગળ સર્વ અપાર વસ્તુઓ સપાર છે" સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૧:૪૬, ૨૫ જૂન ૨૦૧૨ (IST)
- હાહાહા, તમે તો ભદ્રંભદ્રમય બની ગયા.--Vyom25(મને વ્યોમ કહો) ૧૪:૧૯, ૨૫ જૂન ૨૦૧૨ (IST)
- તમે ખરું પકડ્યું આ શબ્દ રગ્બિનો માંથી જ ઉતરી આવ્યો છે અને જેમ રગ્બિમાં એક જુથ થઈને ઝડપથી નિશ્નિત ધ્યેય તરફ આખુ જુથ ગતી કરે તેમ. વળી તમારો ઇ-મેઇલ મળ્યો બી.બી.સી. નો કે એક કલાકમાં કેટલું શીખી શકાય અને ખરેખર અહીં વિતાવેલો સમય અમૂલ્ય છે. ભદ્રંભદ્રની ભાષામાં કહિયે તો અહિં "મને જે હર્ષ થાય છે તેની આગળ સર્વ અપાર વસ્તુઓ સપાર છે" સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૧:૪૬, ૨૫ જૂન ૨૦૧૨ (IST)
શ્રેણી સર્જક
ફેરફાર કરોવ્યોમ, શરત ચૂક તરફ ધ્યાન દોરવા બદલ આભાર. :)--Sushant savla (talk) ૧૯:૫૧, ૨૯ જૂન ૨૦૧૨ (IST)
- ઓહો, બાપુ તમારું તો ઝડપી કામકાજ છે. ;)--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૫૪, ૨૯ જૂન ૨૦૧૨ (IST)
નવું પ્રકરણ
ફેરફાર કરોપ્રિય વ્યોમભાઇ, આપને નવું પ્રકરણ મોકલેલ છે. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૩:૦૬, ૩ જુલાઇ ૨૦૧૨ (IST)
- ભાઇ શ્રી વ્યોમભાઇ, આપે ઠીક મહેનત લીધી આ લાંબું પ્રકરણ પૂરું કરવા. હવે ફક્ત એક જ પ્રકરણ બાકી છે અને પ્રૂફ રિડીંગ. બાકી મિથ્યાભિમાન પરિયોજના ખુબ ઝડપ થી વિકાસ પામી રહી છે તે જોઇ ને આનંદ થાય છે. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૮:૩૯, ૧૭ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- મારે લાયક કોઈ કામકાજ હોય તો જણાવજો. પ્રુફ રિડીંગ થોડું કડાકૂટ વાળું કામ છે માટે એમાં પણ કોઈ મદદની જરૂર હોય તો જણાવજો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૫૦, ૧૭ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
મિથ્યાભિમાન
ફેરફાર કરોતમારું કાર્ય સંપન્ન થયે જણાશો. ત્યારે નવું પ્રકરણ મોકલી દઈશ.--Sushant savla (talk) ૦૯:૨૯, ૮ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
મિથ્યાભિમાન પરિયોજના પૂર્ણાહૂતિ આભાર
ફેરફાર કરોપ્રિય વ્યોમ, આપના સહકાર થકી મિથ્યાભિમાન પરિયોજના આજે પૂર્ણતાને આરે પહોંચી છે. આપનું યોગદાન મૂલ્યવાન રહ્યું. ભવિષ્યમાં પણ આપનો સહકાર મળતો રહે તેવી અભ્યર્થના. --Sushant savla (talk) ૨૧:૫૪, ૨૮ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- અરે, ખરો આભાર તો આપનો માનવો જોઇએ કે જે પુસ્તક કોઈને મળતું નહોતું તે તમે નહિવત સમયમાં શોધી કહાડ્યું. હવે મને મેઘાણીની નવલિકાઓ ભાગ ૧માં પણ ગણી લેશો.--Vyom25(મને વ્યોમ કહો) ૨૨:૦૬, ૨૮ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- આ તો આપણું મનગમતું કામ છે તેમા તમારા જેવા મિત્રો મળે તે તેને વધુ મીઠું બનાવે. આગામી કયું પુસ્તક લેવું છે તે વિષે મને સુઝાવ આપશો. મારો વિચાર આદ્યલેખક નર્મદનું કોઈ એક પુસ્તક લેવાનો છે.જો બધા સભ્યો સહેમત થાય તો તેમ કરીશું?--Sushant savla (talk) ૨૨:૨૩, ૨૮ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- હા, તેમનું એક પુસ્તક સ્ત્રોત પર હોવું જોઈએ.--Vyom25(મને વ્યોમ કહો) ૨૨:૩૦, ૨૮ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- આ તો આપણું મનગમતું કામ છે તેમા તમારા જેવા મિત્રો મળે તે તેને વધુ મીઠું બનાવે. આગામી કયું પુસ્તક લેવું છે તે વિષે મને સુઝાવ આપશો. મારો વિચાર આદ્યલેખક નર્મદનું કોઈ એક પુસ્તક લેવાનો છે.જો બધા સભ્યો સહેમત થાય તો તેમ કરીશું?--Sushant savla (talk) ૨૨:૨૩, ૨૮ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
નવલિકા - ૨
ફેરફાર કરોમેઘાણીની નવલિકાઓ ખંડ ૨ | |
વ્યોમભાઇ, અભિનંદન બદલ ખુબ ખુબ આભાર.... ખરા અભિનંદનને પાત્ર તો તમે બધા મિત્રો છો. કાર્યનો શ્રેય આપ સૌને જાય છે. આપે ઘણા પ્રકરણો હાથ પર લીધા અને કાળ઼ઈપૂર્વક ત્વરા થી પૂર્ણ કર્યા. આપની આગળની પરિયોજના માંથી ઘણી પ્રેરણા અને ક્યારેક બેઠેબેઠી નકલ પણ કરી. આ સંદેશમાં પણ એ વાતની છાંટ તમને દેખાશે. આ કાર્યમાં તમારો ફાળો અમૂલ્ય હતો. આપે મોકલેલું ચિત્ર અહિં પણ બંધબેસતું લાગે છે. અન્ય પરિયોજનાઓ જોતા એવી લાગણી થાય છે કે "મંઝિલ છે હાથમાં છતા ચાલુ પ્રવાસ છે". પ્રવાસનો આનંદ અનેરો છે અને આપ સૌ મિત્રો ના સાથ થી આ પ્રવાસ વધુ આનંદ દાયક લાગે છે. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૫:૪૦, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST) |
- વાહ, મહર્ષિભાઈ તમે સારું લખો છો. હવે આગામી પરિયોજનામાં તમે પણ જોડાઈ જાવ અશોકભાઈના સુકાન હેઠળ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૬:૨૯, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
વિકિસ્રોત:પરિયોજનાઓમાં ફેરફારો
ફેરફાર કરોશ્રી વ્યોમભાઈ, આપે તાજેતરમાં વિકિસ્રોત:પરિયોજનાઓમાં ફેરફાર કર્યા છે એટલે તમને આ સંદેશો લખું છું. મેં થૉડા સમય પહેલા ફક્ત સહકાર્યની જ પરિયોજનાની માહિતી અને માર્ગદર્શન આપતું નવું પાનું વિકિસ્રોત:પરિયોજના સહકાર્ય બનાવ્યું છે જેની જાણ મેં સભાખંડમાં પણ કરી હતી. આપને વિનંતિ છે કે એક વખત સભાખંડમાં તે વિષય પર અને સહકાર્ય પરિયોજનાનાં પાના પર નજર નાંખી જુઓ.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૪૭, ૧૦ ઓકટોબર ૨૦૧૨ (IST)
હરિહર ભટ્ટ - પૂજાલાલ
ફેરફાર કરો- હરિહર ભટ્ટ, ગુજ.સા.પ. પર
- હરિહર ભટ્ટ, ગુજ.પ્રતિભા પરિચય પર
- પૂજાલાલ દલવાડી, - આપણાં ગુજ.વિકિ પરનું પાનું.
- પૂજાલાલ, ગુજ.સા.પ. પર
આટલું કદાચ ઉપયોગી થશે. વધુ કશું મળશે તો જણાવીશ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૧૮, ૧૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- વાહ આટલી ઝડપથી જવાબ આપવા બદલ આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૨૦:૨૪, ૧૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- આ તો હવે ઉંમર થઈ ભાઈ !! બાકી એક જમાનામાં અમે જવાબ પહેલાં આપતાં, સવાલ પછી ઊભો થતો !!!! :-) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૦૯, ૧૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- વાહ બાપુ વાહ "આને કહેવાય જવાબ"--Vyom25(મને વ્યોમ કહો) ૦૦:૨૧, ૧૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- આ તો હવે ઉંમર થઈ ભાઈ !! બાકી એક જમાનામાં અમે જવાબ પહેલાં આપતાં, સવાલ પછી ઊભો થતો !!!! :-) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૦૯, ૧૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
દાદાજીની વાતો
ફેરફાર કરોભાઈશ્રી વ્યોમ, મને મળેલ પ્રકરણ પૂર્ણ થયેલ છે, શક્ય હોય તો નવું પ્રકરણ મોકલશો.--સતિષચંદ્ર (talk) ૧૧:૩૭, ૧૫ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- આપને પ્રકરણ ૧ મનસાગરો મોકલેલ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૪૧, ૧૫ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- ભાઈશ્રી વ્યોમ, મને મળેલ પ્રકરણ ૧પૂર્ણ થવાની તૈયારીમાં છે, શક્ય હોય તો નવું પ્રકરણ મોકલશો.--સતિષચંદ્ર (talk) ૨૦:૪૨, ૨૦ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- પ્રકરણ મોકલેલ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૦૯, ૨૦ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- 'સાચો સપૂત' પૂરૂં કર્યું છે. નવું પ્રકરણ મોકલશો. - --Amvaishnav (talk) ૧૩:૦૨, ૨૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- પ્રકરણ મોકલેલ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૦૯, ૨૦ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- ભાઈશ્રી વ્યોમ, મને મળેલ પ્રકરણ ૧પૂર્ણ થવાની તૈયારીમાં છે, શક્ય હોય તો નવું પ્રકરણ મોકલશો.--સતિષચંદ્ર (talk) ૨૦:૪૨, ૨૦ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
ભાઈશ્રી વ્યોમભાઇ, મારી ગણતરી ઊંધી પડી. આ શની-રવિ પણ લાગે છે કે હું યોગદાન નહિં કરી શકું... અને પરિયોજના મારા લીધે અટકે એવું દેખાય છે. મને સોપાયેલું પ્રકરણ શું કોઇ અન્ય સભ્યને સોપી આપશો? ખરા દિલ થી ક્ષમા ચાહુ છું.... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૮:૩૮, ૨૬ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- મહર્ષિભાઈ હજી એકાદ બે દિવસ વાંધો નથી જો રવિવાર સવાર સુધીમાં આપનાથી થાય એમ હોય તો હું એમ ને એમ રહેવા દઉં બાકી જો તમારાથી શનિ રવિમાં ન બને એમ હોય તું હું પોતે જ રવિવારે પૂરું કરી નાખીશ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૪૨, ૨૬ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- પાક્કુ... હું પ્રયત્ન કરીશ... જો રવિવાર સુધીમાં ન થયું હોય તો આપ સંભાળી લેશો... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૮:૪૯, ૨૬ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- ચોક્કસ...મને અનાસક્તિ યોગનું એક પ્રકરણ મોકલશો. સીતારામ...--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૫૫, ૨૬ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- પાક્કુ... હું પ્રયત્ન કરીશ... જો રવિવાર સુધીમાં ન થયું હોય તો આપ સંભાળી લેશો... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૮:૪૯, ૨૬ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
ઓખાહરણ:ધન્યવાદ
ફેરફાર કરોચિત્ર:Dainsyng.gif શ્રી.વ્યોમજી, આપનાં અમુલ્ય યોગદાન વડે પરિયોજના ઓખાહરણ સંપન્ન થઈ છે. પરિયોજના સંચાલક લેખે હું આપને હૃદયના ભાવથી અભિનંદન આપું છું. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૪૬, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- વાહ આ ફૂલ સરસ છે. આપનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૫૯, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
સ્ત્રોત પર ટાઇપિંગની યુક્તિઓ
ફેરફાર કરોશું આપ આ[૨] ચર્ચા જોઇ જશો? આભાર. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૨:૫૧, ૪ નવેમ્બર ૨૦૧૨ (IST)
મેઘાણીની નવલિકાઓ ખંડ ૧
ફેરફાર કરોવ્યોમજી, આપનાં અમુલ્ય યોગદાન વડે પરિયોજના મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ સંપન્ન થઈ છે. પરિયોજના સંચાલક લેખે હું આપને હૃદયના ભાવથી અભિનંદન આપું છું. ધન્યવાદ. --Sushant savla (talk) ૨૧:૨૬, ૬ નવેમ્બર ૨૦૧૨ (IST)
દિવાળીની શુભ કામના
ફેરફાર કરોઆપને પણ અને આપના પરિવાર જનોને પણ દીપક પર્વની હાર્દિક શુભ કામનાઓ--Sushant savla (talk) ૧૩:૪૩, ૧૩ નવેમ્બર ૨૦૧૨ (IST)
- આપનો ખૂબ ખૂબ આભાર....--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૪૪, ૧૩ નવેમ્બર ૨૦૧૨ (IST)
સાલ મુબારક
ફેરફાર કરોવ્યોમભાઈ, દિવાળીની શુભકામનાઓ બદલ ખૂબખૂબ આભાર. તમને અને તમારા સમગ્ર પરિવારને સાલ મુબારક! આ વિક્રમ સંવત ૨૦૬૯નું વર્ષ આપને માટે મંગલમય બની રહે એવી પ્રભુને પ્રાર્થના.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૨૪, ૧૫ નવેમ્બર ૨૦૧૨ (IST)
- આપનો ખૂબ ખૂબ આભાર...--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૧૯, ૧૫ નવેમ્બર ૨૦૧૨ (IST)
પરિયોજના વ્યવસ્થાપન
ફેરફાર કરોમિત્રો, હું શુક્રવાર તારીખ ૧૪-૧૨-૧૨ થી શુક્રવાર તારીખ ૨૧-૧૨-૧૨ સુધી બહરગામ જતો હોઈ પરિયોજના કેકારવનું વ્યવસ્થાપન સંભાળી શકીશ નહીં. તે કાળ દરમ્યાન પરિયોજનાનું વ્યવસ્થાપન આપણા મિત્ર સતિષચંદ્ર પટેલ સંભાળશે. તો આપને જોઈતા પ્રકરણો આપ સતિષભાઈનો સંપર્ક સાધી મેળવશો. --Sushant savla (talk) ૧૯:૩૮, ૧૨ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- જરૂર....--Vyom25(મને વ્યોમ કહો) ૨૦:૧૦, ૧૩ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- કલાપીનો કેકારવ પરિયોજના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ પરિયોજનાનું આપને સોંપાયેલ કાર્ય સત્વરે પૂર્ણ કરી આપવા વિનંતી છે. જો આપ સમયને અભાવે આ કાર્ય કરી ન શકો તેમ હોય તો સત્વરે જાણ કરશો.--સતિષચંદ્ર (talk) ૧૮:૦૮, ૨૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- ના જી હું સમય રહેતાં કાર્ય પૂર્ણ કરી દઈશ. આભાર....--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૧૫, ૨૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- કાર્ય પૂર્ણ થયેલ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૦૮, ૨૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- ના જી હું સમય રહેતાં કાર્ય પૂર્ણ કરી દઈશ. આભાર....--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૧૫, ૨૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- કલાપીનો કેકારવ પરિયોજના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ પરિયોજનાનું આપને સોંપાયેલ કાર્ય સત્વરે પૂર્ણ કરી આપવા વિનંતી છે. જો આપ સમયને અભાવે આ કાર્ય કરી ન શકો તેમ હોય તો સત્વરે જાણ કરશો.--સતિષચંદ્ર (talk) ૧૮:૦૮, ૨૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
સોરઠને તીરે તીરે
ફેરફાર કરોવ્યોમ, આજે મેં ધવલ સાથે વાત કરી છે. કાશ્મીરનો પ્રવાસ ને સ્કેન કરતાં થોડો સમય જશે. માટે સોરઠને તીરે તીરે પહેલાં લઈ લઈશું. પ્રકરાણ વહેંચણી શરૂ કરી દેશો.--Sushant savla (talk) ૧૮:૨૪, ૨૬ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
કલાપીનો કેકારવ
ફેરફાર કરોવ્યોમભાઈ , આપનાં અમુલ્ય યોગદાન વડે પરિયોજના કલાપીનો કેકારવ સંપન્ન થઈ છે. પરિયોજના સંચાલક લેખે હું આપને હૃદયના ભાવથી અભિનંદન આપું છું. ધન્યવાદ. --Sushant savla (talk) ૨૧:૨૬, ૬ નવેમ્બર ૨૦૧૨ (IST)
- અભિનંદન આપને પણ કારણ કે આ પુસ્તક ખાસ્સું મોટું હોવા છતાં આપે અથાગ પ્રયત્ન વડે તેને સ્કેન કર્યું અને ભૂલશુદ્ધિ પણ કરી.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૪૭, ૨૭ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
સોરઠને તીરે તીરે -મથાળું
ફેરફાર કરોવ્યોમ, મને જે સ્કેન કરેલ પૃષ્ઠ મોકલેલા છે તેની ટોચમાં પુસ્તકનું નામ સૌરાષ્ટ્રના ખંડેરોમાં લખેલું છે. તો શું સોરઠને તીરે તીરે અને સૌરાષ્ટ્રના ખંડેરોમાં એ બંને એક જ પુસ્તક છે? --Sushant savla (talk) ૧૮:૨૧, ૨૭ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- ના એક જ પુસ્તક નથી મારી પાસે જે આવૃત્તિ છે તેમાં સૌરાષ્ટ્રના ખંડેરો અને સોરઠને તીરે તીરે એમ બંને પુસ્તક સાથે છે. તમે પાનાં નંબર જોશો તો ખ્યાલ આવશે કે તે ૬૦ આસપાસ છે જ્યારે સોરઠને તીરે તીરે નું પ્રથમ પ્રકરણ ૩ જ પાનાંનું છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૧૩, ૨૭ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
સોરઠને તીરે તીરે - પ્રકરણ ૮
ફેરફાર કરોવ્યોમભાઈ, મને મોકલેલ પ્રકરણ ૮માં પ્રકરણ પૂર્ણ થયેલ દેખાતું નથી. આ બાબતે ચેક કરી બીજાં પાના હોય તો મોકલશો અથવા જો મોકલેલ પાનામાં જ પ્રકરણ પૂર્ણ થતું હોય તો એ પ્રમાણે જાણ કરશો. મને પાના નં. ૯૩-૯૪-૯૫-૯૬-૯૭ મળેલ છે.--સતિષચંદ્ર (talk) ૧૦:૫૭, ૩૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- ના જી પ્રકરણ હું ભરનીંદરમાં પડ્યો એવા કાંઈક શબ્દોથી પાના નં ૯૭ ના અંતે પતે છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૫૨, ૩૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
મેઘાણી - વીરોજી.
ફેરફાર કરોશ્રી.વ્યોમજી, ઉપરોક્ત પ્રકરણ પૂર્ણ કરવામાં મેં અક્ષમ્ય ઢીલ કરી છે એ બદલ ક્ષમા કરશો. થોડું અંગત કારણોસર અને વધુ આળસ ! કદાચ બાળવાર્તા પ્રકારનું લખાણ હોઈ રસ ઓછો પડતો હોય એ પણ બને !! એકંદરે ઘણું લાંબુ પ્રકરણ હોઈ જાણે ખુટતું જ નથી એમ લાગતાં આળસ ચઢવા લાગી હતી. પણ પછી ફરજ એ ફરજ, ડગલું ભર્યું ના હટવું તે ના હટવું, એવાં એવાં ઉત્સાહપ્રેરક વાક્યો યાદ કરીને મંડી પડ્યો. એમ છતાં છેલ્લાં પાંચ પાના બાકી રહી ગયા. એ એક જ દહાડામાં પૂર્ણ કરવાની ખાત્રી આપું છું ! ફરી એક વખત, મારે કારણે પરિયોજના ઢિલમાં પડી એ બદલ દીલગીર છું. કૃપયા મારી આળસને ક્ષમા કરશોજી. હવે નવા વર્ષમાં નવા જોમ અને જુસ્સાભેર કાર્ય કરવા પહોંચી ગયો છું.
||Happy New Year|| --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૨૬, ૩૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- અશોકભાઈ એક દિવસની કોઈ સમયસીમા નથી તમે ટાઈપ કરવા માગો છો તે જ જાણવું મારા માટે પૂરતું છે. તમને નહિ મને પણ આળસમાં ડિસેમ્બર આખામાં માત્ર ૨૫ થી ૩૦ જ વખત વિકિસ્રોત પર ફેરફાર કર્યા પણ હવે હું પણ રીચાર્જ થઈ ને આવ્યો છું. પ્રકરણ લાંબુ હતું માટે જ આપને આપેલું એટલે જો આપને એમ લાગતું હોય કે મેં આપને ટાર્ગેટ કર્યા છે તો એ વાત સાચી છે અને તમને એવું લગાડવાની છૂટ છે. બાકી મજામાં છો એ જાણીને આનંદ થયો. નવા વર્ષનાં તમને પણ ખૂબ ખૂબ અભિનંદન....;)--Vyom25(મને વ્યોમ કહો) ૨૨:૪૬, ૩૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- શ્રી.વ્યોમજી. આ પ્રકરણ પૂર્ણ થયું છે. આપે મોટું મન રાખ્યું એ બદલ ધન્યવાદ. મને ટાર્ગેટ કરતાં રહેશો :-) ચાલો હવે નવું કામ શોધવા નીકળવું પડશે ! :-) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૩૯, ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- હા હા હા...હાલો કાઠિયાવાડના કાંઠે....--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૦૧, ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)