પિતામહ
પ્રહ્‌લાદ બ્રહ્મભટ્ટ





પિતામહ


લો ક પ્રિ ય પ્ર કા શ ન
પુસ્તક પ્રકાશક અને વિક્રેતા
૧૧૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦ ૦૦૨






લેખકની કૃતિઓ

નવલકથાઓ

✽ પિતામહ ✽ દુર્યોધન ✽ વફા બેવફા ✽ કપટજાળ ✽ પૂજાનું ફૂલ ✽ હૈયાં ✽ મારાં નંદવાણાં ✽ સૂની આભ અટારી ✽ શોણલાં સ્નેહભીનાં ✽ કાંટાની વાડ ✽ પાણિગ્રહણ ✽ ગુલાબે ચૂમ્યા કાંટા ✽ અગનરેખા ✽ શેષઅવશેષ ✽ તરસ્યાં મોતી ✽ આથમતાં અધારાં ✽ બિલોરી ✽ સમણાં ✽ ચાંદ અમાવાસ્યાનો ✽ રેતીનું ઘર ✽ ઘટનાચક્ર ✽ તાપપરિતાપ ✽ તપોવનની તાપસી ✽ અમૃત જાણી પીધાં ઝેર ✽ અજવાળાં ઊતર્યાં આભલેથી ✽ પૂર્વભવનાં ઋણ ✽ સૂકી ધરતીનાં ગુલાબ ✽ ઊજળું આભ : કાળી રાત ✽ સંગ્રામ ✽ અમે બે ✽ અમીભર્યાં નેનાં ✽ ઊંડા અંધારેથી ✽ મનનાં બંધ કમાડ ✽ મોભે બાંધ્યાં વેર ✽ ભૂખ્યાં લોક, ભૂખી ધરા ✽ આભાસ✽ ગુલ અને ફૂલ ✽ ધુમ્મસભર્યું આકાશ ✽ વૈશાખી વાયરા ✽ કાચા સૂતરની ગાંઠ ✽ તારામઢ્યું આકાશ ✽ ભવનાં બંધન ✽ પાંખ વિનાનાં પંખી ✽ મંઝિલ ક્યાં ? ✽ પાપગ્રહ ✽ મનના આંબે મોર ✽ ઝેરનાં પારખાં ✽ પરોઢ પહેલાંની રાત ✽ બારી બહાર અંતરમાં સૂનકાર ✽ અંતર-વલોણુ. ૧–ર ✽ નાગરવેલનાં બે પાન ૧-૨ ✽ પારકી થાપણ ૧-૨ ✽ ખાખનાં પોયણાં ✽ મુગ્ધા ✽ સૂનાં હૈયાં સૂનાં દિરિયાં ✽ ધરતીનું ફૂલ ✽ માટીનાં માનવી ✽ નવાં પ્રયાણ * કાચી માટીનું કોડિયું (બી. આ) ✽ એક પંથ—બે પ્રવાસી ✽ લીલી વાડી ✽ સાધના અને સિદ્ધિ (બી. આ.)

નવલકથાઓ

✽ અરમાનના અગારા ✽ અધૂરાં અરમાન ✽ એક ડાળનાં પંખી (ત્રી. આ) ✽ તૃષા અને તૃપ્તિ ✽ ભવાટવિમાં ભૂલાં પડ્યાં ✽ રસદા ✽ અધૂરા ફેરા ✽ વિપુલ ઝરણું ✽ ફૂલે લીધાં વેર ✽ શ્યામ બાદલ રૂપેરી કોર ✽ ચૂંદડી ઓઢી તારા નામની ✽ મને ભવપાર ઉતારો ✽ મધ્યાહ્‌નનો તાપ ✽ પ્રફુલ્લ પોયણાં ✽ ઊઘડ્યાં દિલનાં દ્વાર ✽ સ્નેહધામ સૂનાં સૂનાં ✽ ગુલ ખીલ્યાં ફરી! ✽ પાનખરનો વિસામો ✽ તુલસીક્યારે સમણાં જાગ્યાં ✽ ભીની આંખનાં મોતી ✽ ઊના ઊના વાયરા ✽ વગડાનું પંખી ✽ અધૂરી પ્રીત ✽ સૂરજ આડે વાદળી ✽ વિમાસણ * તૂટેલા કાચનો ટુકડો * તરસ્યાં હૈયાં ✽ * સમણાનો માળો ✽ કોડિયાનો દીવો ✽ ધ્રુવ પુરુષ ✽ સપનાં ગુલાબી ખોવાણાં ✽ પ્રપંચ ચક્ર ✽ રાજલક્ષ્મી ✽ અધૂરી પ્રણય ગાથા

નવલિકાઓ

✽ મારી શ્રેષ્ઠ વાર્તાઓ ✽ જિંદગીનાં રૂપ ✽ બે પંખી-બે માળા ✽ પૂર્ણા અને બીજી વાતો ✽ બિન્દુ ✽ ઉમા ✽ ગૃહલક્ષ્મી

જીવન

✽નેતાજી (છ. આ) ✽ નેતાજી (હિંદી આવૃત્તિ) ✽ નેતાજીના સાથીદારો ✽ ભગતસિંહ (જપ્ત) ✽ સ્વામી શ્રદ્ધાનંદ ✽ દલપતરામ ✽ સેનગુપ્તા

નાટકો

✽ લીલી વાડી ✽ દત્તક દીકરી

BRAHMBHATT, Prahlad
PITAMAH, Novel
LOKPRIYA PRAKASHAN, Bombay
1990
891-473


© પ્રહલાદ બ્રહ્મભટ્ટ
પ્રથમ આવૃત્તિ : ઑક્ટોબર ૧૯૯૦
પ્રત : ૧.૫૦


રૂ. ૪૮–૦૦


પ્રકાશક
આર. જે. શેઠ, લોકપ્રિય પ્રકાશન
૧૧૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦ ૦૦૨


મુદ્રક
અશોકકુમાર આર. જાની, અન્નપૂર્ણા પ્રિન્ટિંગ પ્રેસ
સૈજપુર બોઘા, અમદાવાદ – ૩૮૨ ૩૪૫






અર્પણ

પાનખરનો વિસામો બની રહેલી
લાડકી ચિ. પરાગીને
 લેખક






પ્રસ્તાવના

તો કદાચ મહાભારતનું સર્જન પણ થયું ન હોત, જો હસ્તિનાપુરની ગાદીનો વારસ દેવવ્રત તેના પિતાની મોહાંધ બેહોશી તેના દિલને સ્પર્શી ગઈ ન હોત, ને પિતા શાન્તનુની ઇચ્છા પૂર્ણ કરવા માછી કન્યા મત્સ્યગંધાના પિતાની શરતો કબૂલ કરી ન હોત તો,

પણ ગંગાપુત્ર દેવવ્રત પિતાની હાલતથી ચિંતિત હતો, એટલે તેણે માછીમારની શરતોનો સ્વીકાર કર્યો, હસ્તિનાપુરની ગાદી પરનો પોતાનો હક્ક છોડી દીધો, એટલું જ નહિ, ભવિષ્યમાં પણ કોઈ વિવાદ જાગે નહિ તે માટે લગ્ન પણ નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી.

અને આ પ્રતિજ્ઞાના પાલન માટે તેણે આગ્રહ રાખ્યો. મત્સ્યગંધા જે સત્યવતીના નામે જાણીતી હતી તેનાં બન્ને સંતાનોને માટે રાણીઓ પણ તેમણે જ મેળવી, બન્ને ભાઈઓની સંતાનવિહોણી પત્નીઓને જોતાં સત્યવતી દેવવ્રતને ગાદી સંભાળવા ને લગ્ન કરવા આગ્રહ કરે છે, પણ દેવવ્રત પોતાની પ્રતિજ્ઞામાંથી ચલિત થતો નથી એટલે જ તેની પ્રતિજ્ઞા ભીષ્મ પ્રતિજ્ઞા બની રહી.

મહાભારતનાં મહત્ત્વનાં પાત્રો અને તેમના પ્રસંગો, મહાભારતમાંથી વીણીને સ્વતંત્ર નવલકથાનું સર્જન કરવાના મારા નમ્ર પ્રયાસ રૂપે આ નવલકથા છે, તેનાં પાત્રોનો ઘાટ પણ નવલકથાના પાત્ર જેવો જ છે. એટલે મહાભારતના કોઈ પ્રસંગને અનુરૂપ પણ ન હોય એ સ્વાભાવિક છે. આમ છતાં પિતામહને સંપૂર્ણ ન્યાય આપવાની કાળજી તો રાખી જ છે.

પિતામહના હૈયામાં, જ્યારે તેમના પિતા શાન્તનુ માટે મત્સ્યગંધાની માંગણી કરી ને તેના બદલામાં માછીમારે જે શરતો મૂકી તેનો સ્વીકાર કરવા પાછળ પિતાની વૃત્તિ સંતોષવાનો હેતુ તો હતો જ, પણ સાથે સાથે હસ્તિનાપુરનું સામ્રાજ્ય ટકી રહે તેની પણ ચિંંતા હતી. પાંડુના વન-પ્રસ્થાન પછી ધૃતરાષ્ટ્રને હવાલે ગાદી કરી ત્યારથી તેઓ અર્થના દાસ બની ધૃતરાષ્ટ્રના આશ્રિત બન્યા, અને જ્યારે પાંડવો સામે યુદ્ધ કરવા તૈયાર થાય છે ત્યારે તે સ્પષ્ટપણે એકરાર કરે છે કે પોતે અર્થના દાસ હોવાથી કૌરવ પક્ષે, પાંડવોની સામે યુદ્ધ કરશે.

મહાભારતનું સૌથી તેજસ્વી, પ્રબલ અને પ્રભાવશાળી પાત્ર દેવવ્રત–ભીષ્મ પિતામહ છે. અને એ પાત્રની તેજસ્વીતા ક્યાંય નબળી ન દેખાય તેની પૂરતી કાળજી પણ લેવામાં આવી છે.

મને વિશ્વાસ છે કે અગાઉની ‘કપટજાળ’ ને ‘દુર્યોધન’ની માફક ‘પિતામહ’ પણ વાંચકોની પ્રીતિપાત્ર કથા બની રહેશે.

અંતમાં લોકપ્રિય પ્રકાશનનાં સંચાલક મિત્રોનો આભાર માનતાં આનંદ અનુભવુ છું.

૬૪, આઝાદ સોસાયટી,
એલિસ બ્રિજ
અમદાવાદ-૧૫
પ્રહ્‌લાદ  બ્રહ્મભટ્ટ
 











મનુષ્ય અર્થનો દાસ છે, અર્થ કોઈનો દાસ નથી
પિતામહ

આ કૃતિને Creative Commons Attribution-Share Alike 4.0 International નામની પરવાનગી હેઠળ મુક્ત કરવામાં આવી છે, આ પરવાનગી અનુસાર; અમુક શરતો જેમ કે પરવાનગી ન બદલવી, પરવાનગીની નોંધ મૂકવી અને મૂળ લેખકનો કર્તા તરીકે ઉલ્લેખ કરવો અને જો તે કૃતિને મઠારવામાં આવે તો ફરી આ જ પરવાનગી હેઠળ મુક્ત કરવી વગેરે હેઠળ કૃતિનો મુક્ત વપરાશ, વહેંચણી અને વ્યુત્પન્ન કરવાની પરવાનગી આપવામાં આવે છે.