ઘાશીરામ કોટવાલ

અનુક્રમણિકા
ગ્રંથમાંના વિષયોનો સારાંશ.

--¤¤¤¤¤¤¤¤--

વિષય પૃષ્ઠ
વાત ૧.

ઘાશીરામનો સસરો મોટો મહાન્ પુરુષ હતો. તે પોતાની છોકરીને મળવાને હિદુસ્થાનથી પુને આવ્યો, તે સમય ઘાશીરામના ઘરમાં કુકણી બ્રાહ્મણનો છોકરો શાગરીદ હતા, તેણે અજ્ઞાનપણાને લીધે ચેષ્ટા કરવાથી તે છોકરાની, તેના માબાપની તથા દાદાની દુર્દશા થવાને પ્રસંગ આવ્યો.

૧-૪
વાત ૨.

એક છોકરા વિષે બે બઈરીઓનો વાદ – તેમાં કોટવાલના નીતિ જ્ઞાનનો તર્ક તથા પ્રમાણની તુલના કરવાની રીત કેવી હતી તે જણાવી છે.

૪-૬
વાત ૩.

કોટવાલ અંગ્રેજ સરકાર તરફથી પુનામાં રહેનારા રેસીડેંટને મળવા ગયા ત્યાં થયેલી મજકુર.

૬ - ૮
વાત ૪.

અબીલ ચોરાયું તે તજવીજથી પકડાયું. તે યુક્તિનો ઘાશીરામે ઉપહાસ કરીને જે લોકોપર ચોરીનું આળ હતું, તેમને તવાપર ઉભા કરવાની યુક્તિ કહી.

૯-૧૦
વાત ૫.

ઘાશીરામની કન્યા વૃદ્ધ ધણીને આપેલી તેને છેકરાં થાય નહીં, માટે માબાપના કહેવાથી ભજન પૂજન તથા નેમનિષ્ઠા તથા દેહનું કષ્ટ તેણે કર્યું.

૧૦-૧૨
વાત ૬.

૧ પ્રાચીન કાળના પુષ્પોનો છંદ. ૨ જોળીઆ છોકરાની વાત. ૩ કઠણ તથા હલકા પદાર્થ મોટા શ્રમે તથા ઘણે ખરચે કરીને તૈયાર કરેલા. ૪ બીજા ચાર્લસના દરબારમાં એક ખોજો હતો તેનો વૃત્તાંત. પ ઘણું ખાનારા.

૧૨-૧૮
વાત ૭.

બેલબાગમાં જન્માષ્ટમીના ઉત્સવની અંતે તમાશો થયો, તેમાં ઘાશીરામને આત્મસ્તુતિ ઘણી પ્યારી હતી પણ તે બાયલો હતો તથા શહેરની રખવાળીનો બંદોબસ્ત એનાથી રખાતો નહીં હતો, તે વિષે જણાવ્યું છે.

૧૮-૨૧
વિષય પૃષ્ઠ
વાત ૮.

ઘાશીરામની મા મરી ગઈ, તે વખતે બ્રાહ્મણ લોકોએ ગપ હાંકી ઠગવાની યુક્તિઓ ચલાવેલી.

૨૧-૨૫
વાત ૯.

ઘાશીરામને કીમીઆનો છંદ હોવાના સબબથી કેટલાએક લોકોએ સાધુપણું બતાવી તેને ફસાવ્યો.

૨૫-૩૦
વાત ૧૦.

૧ આગ્રા શહેરના ઇતિહાસનો સાર તેમાં જાહાંગીરશા પાદશાહનો જન્મ કેમ થયો તથા તે શહેરમાં તાજ મહેલ તથા એતમાદુદ્ ઔલાની દરઘા છે તેનું વૃત્તાંત. ૨ ઘાશીરામને એક અફગાન મારતેા હતો, તે ઉપરથી રામશાસ્ત્રી પ્રભુંણે આગળ ફરીયાદ થઈ, તેનો તેણે ખુલાસો કર્યો તે.

૩૦-૩૫
વાત ૧૧.

ઉંઘમાંથી ઉઠી ફરનાર લોકોની વાત. ૨ એક ગ્રંથ વેચનાર સાથે ઘાશીરામે કરેલો કરાર તોડ્યો તથા તેના કારખાનાના લોકોની લાંચ રુશવત તથા દગલબાજી કરવાની રીત તથા ચોપડી વેચનારે પોતાના પૈસા લેવાને કીધેલી યુક્તિ વિષે.

૩૪-૪૧
વાત ૧૨.

૧ ગારુડી હાથ ચાલાકી તથા બીજી ઠગવાની ક્રિયા કેમ થાય છે, તે વિષે. ૨ ચપુ ગળનારની વાત. ૩ માણસના શરીરમાં કેવી રચના છે તે જેઓ પોતાને વૈદ કહેવડાવે છે, તેમને માલમ નથી તેનો પ્રકાર.

૪૧-૪૪
વાત ૧૩.

૧ બોલતાં શિખવેલા પક્ષીની વાત. ૨ બોલતા પક્ષી ઘાશીરામને વહાલા હોવાને લીધે એક કસબણે સંધાન જોઈને ઘાશીરામે જુલમ કર્યા એમ બહાનું કરીને તેની પાસેથી પુષ્કળ દ્રવ્ય લીધું.

૪૪-૪૮
વાત ૧૪.

મલાક્કા પ્રાંતના પાટણી નામના શહેરમાંના પુરુષ મહેલનું વૃત્તાંત અને તેમાં જઈ રહેવાની ઘાશીરામને ઉત્કંઠા થઈ તે વિષે.

૪૮-૫૦
વાત ૧૫.

હાથીના શાહાણપણાની વાત.

૫૦-૫૫
વિષય પૃષ્ઠ
વાત ૧૬.

સૃષ્ટિ ઉત્પન્ન થવા વિષે ખ્રિસ્તી, બ્રાહ્મણ, મુસલમાન તથા પારસી એ ચાર ધર્મના મત પ્રમાણે નિર નિરાળા વૃત્તાંત.

૫૫-૬૭
વાત ૧૭.

ધૂમકેતુ ઉગવાથી પ્રલય થવા વિષે બ્રાહ્મણ લોકોનો તર્ક તથા પૈસા કહડાવવાની ઠગવિદ્યા. પ્રાચીન લોકોને ધૂમકેતુ ઉગવાથી ભય ઉત્પન્ન થતું તે વિષે.

૬૭-૭૧
વાત ૧૮.

અળંદીની વાર્ષિકયાત્રા તથા જ્ઞાનેશ્વર મહારાજ એમનું વૃત્તાંત તથા તેઓએ કરેલા અદ્ભુત ચમત્કાર તથા રામદાસ સ્વામીનો કંઈ વૃત્તાંત તથા એ બધાના સંપ્રદાયમાં ભેદ.

૭૧-૭૭
વાત ૧૯.

રાજાપુર આગળની ગંગા ક્યાંથી કેમ નિકળે છે તથા નિયમિત કાળે વેહનાર ઝરાઓના દાખલા

૭૭-૮૦
વાત ૨૦.

૧ પશ્ચિમ હિંદુસ્થાનના ડુંગરોમાંની ગુફાઓ. ૨ યુરોપખંડની તથા બીજા ઠેકાણાની ગુફાઓ તથા ફિંગાલની ગુફા.

૮૧-૮૩
વાત ૨૧.

૧ જ્વાળામુખીનું વૃત્તાંત તથા તે વિષે બ્રહ્માણોનો તર્ક. ૨ ખોટા અગ્નિ તથા પિશાચનો રાજા વેતાળની અગ્નિનું સાદૃશ્ય. ૩ બાર્બરા અાર્સલીન નામની સ્ત્રીનું લગ્ન થયલું, તેના સર્વ શરીરપર ગુચ્છા વળેલા પીળા બાલ હતા તથા તેને કમર પટા સૂધી પહોંચે એટલી લાંબી દાઢી હતી.

૮૩-૮૬
વાત ૨૨.

૧ સમુદ્રમાં ફવારા તથા જમીનપર વંટોળીઆ શાથી ઉત્પન્ન થાય છે તથા એ ઉત્પત્તિઓ વિષે હિંદુસ્તાનના લોકોનું તર્ક. ૨ ક્રાંતિ વૃત્તમાંની બારે રાશિઓ તથા તે વિષે મરાઠી જોશીનો ખેાટો તર્ક.

૮૬-૮૯
વાત ૨૩.

૧ બ્રાઝિલ તથા ગોવળકોંડાની હિરાની ખાણો. ૨ કોહીનૂર એ નામના હિરાનું તથા રાજધાનીમાંના મોટા હિરાનું વૃત્તાંત.

૮૯-૯૧
વાત ૨૪.

વિજાપૂરનો ઇતિહાસ તથા ત્યાંની જુમા મસીદ, ગોળ ધુમટ તથા માલીકા મેદાનનું વૃત્તાંત.

૯૧-૯૩
વિષય પૃષ્ઠ
વાત ૨૫.

શિકંદરા શહેર પાસે પોંપીનો સ્તંભ છે તેનું વૃત્તાંત.

૯૩-૯૪
વાત ૨૬.

લંડન શહેરમાંના સેંટપાઉલ દેવલનું વૃત્તાંત.

૯૪-૯૫
વાત ૨૭.

૧ પથ્થર ખાનાર માણસની વાત. ૨ માંત્રીક લોકો સાધુપણું તથા ઈશ્વરી સાક્ષત્કાર જણાવીને ઠગબાજી કરે છે તે. ૩ રૂપાના સિક્કા તથા પ્યાલા મંત્રવિદ્યાથી ચાલે છે એવું કહેવાય છે, તે કેમ ચાલે છે તેનો પ્રકાર. ૪ ભૂત, પ્રેત, પિશાચ તથા ચુડેલ એ વિષેની વાતો તથા ચુડેલપર ન્યાયાધીશ આગળ ફરીઆદ થયલી તેની ચોકશી કરી ચુડેલને શિક્ષા આપેલી તે વિષેનો મજકુર. ૫ દેવ, ઋષિ તથા બીજા ઠગારાની ઠગવિદ્યા તથા લુચ્ચાઈ ૬ માયારૂપી છાયા.

૯૫-૧૦૧
વાત ૨૮.

૧ અગ્નિ ખાનારા મનુષ્ય. ર તાબુતના તહેવારમાં મુસલમાન લોકો ઢોંગ તથા ઠગબાજી કરે છે તે. ૩ શરીરબળથી કરેલાં પરાક્રમ. ૪ વૃક્ષ તથા મનુષ્ય કેટલાં વર્ષ જીવે છે તેનો વૃત્તાંત.

૧૦૨-૧૦૪


--¤¤¤¤¤¤¤¤--