સ્નેહસૃષ્ટિ
સ્નેહસૃષ્ટિ રમણલાલ દેસાઈ |
બાગ અને પ્રેમ → |
પુસ્તક પ્રકાશક અને વિક્રેતા
મુંબઈ ૪૦૦ ૦૦૨ | અમદાવાદ ૩૮૦ ૦૦૧
સંપુટ-૧
નવલકથાઓ
જયંત * શિરીષ * કોકિલા * હૃદયનાથ * સ્નેહયજ્ઞ * દિવ્યચક્ષુ * પૂર્ણિમા * ભારેલો અગ્નિ * ગ્રામલક્ષ્મી ૧ થી ૪ * બંસરી * પત્રલાલસા * ઠગ * શોભના * ક્ષિતિજ * ભાગ્યચક્ર * હૃદયવિભૂતિ * છાયાનટ * પહાડનાં પુષ્પ * ઝંઝાવાત * પ્રલય * કાલભોજ * સૌંદર્ય જ્યોત * શૌર્યતર્પણ * બાલાજોગણ * સ્નેહસૃષ્ટિ * શચી પૌલોમી * ત્રિશંકુ * આંખ અને અંજન
સંપુટ-ર
નવલિકાસંગ્રહો
ઝાકળ * પંકજ * રસબિંદુ * કાંચન અને ગેરુ * દીવડી * સતી અને સ્વર્ગ * ધબકતાં હૈયાં * હીરાની ચમક
સંપુટ-૩
કાવ્યસંગ્રહો
નિહારિકા * શમણાં
નાટ્યસંગ્રહો
શંકિત હૃદય * પરી અને રાજકુમાર * અંજની * તપ અને રૂ૫ * પુષ્પોની સૃષ્ટિમાં * ઉશ્કેરાયેલો આત્મા * કવિદર્શન * પૂર્ણિમા * બૈજુ બ્હાવરો * વિદેહી * સંયુક્તા
સંપુટ-૪
પ્રકીર્ણ
જીવન અને સાહિત્ય ૧-૨ * સુવર્ણ રજ * ગ્રામોન્નતિ * ગઈકાલ * મધ્યાહ્નનાં મૃગજળ * તેજચિત્રો * અભિનંદન-ગ્રંથ * ઊર્મિ અને વિચાર * ગુલાબ અને કંટક * અપ્સરા ૧ થી ૫ * રશિયા અને માનવશાંતિ * ગુજરાતનું ઘડતર * સાહિત્ય અને ચિંતન * ભારતીય સંસ્કૃતિ * માનવ સૌરભ * કલાભાવના * શિક્ષણ અને સંસ્કાર * ઊર્મિના દીવડા
ચિંતનમાળા
મહાત્મા ગાંધી * ન્હાનાલાલ-કલાપી * માનવી – પશુની દૃષ્ટિએ અને આત્મનિરીક્ષણ * ભારતીય કલા – સાહિત્ય - સંગીત * સમાજ અને ગણીકા * અંગત - હું લેખક કેમ થયો ?
રમણલાલ વ. દેસાઈ
SNEHSRUSTI, Novel
R.R. Sheth & Co., Bombay-Ahmedabad
1992
ભગતભાઈ ભુરાલાલ શેઠ,
આર. આર. શેઠની કંપની
મુંબઈ ૪૦૦ ૦૦૨ [] અમદાવાદ ૩૮૦ ૦૦૧
ચંદ્રિકા પ્રિન્ટરી,
મિરઝાપુર રોડ,
અમદાવાદ ૩૮૦ ૦૦૧
ચિરાગ પ્રિન્ટર્સ
સિટી મિલ કંપાઉન્ડ
રાયપુર દરવાજા બહાર
અમદાવાદ ૩૮૦ ૦૦૧
મોટે ભાગે પ્રસ્તાવનાઓ નિરર્થક હોય છે - છતાં તે લખવી પડે છે - જોકે વાચકો તો પુસ્તક વાંચીને અને વિવેચકો વાંચીને - કે વાંચ્યા વગર પણ - પોતાને યોગ્ય લાગે તે અભિપ્રાય આપે જ છે. ધનિકો ધનના માત્ર વાલી જ છે એ ગાંધીસિદ્ધાન્ત ચર્ચતી ‘સૌન્દર્યજ્યોત’ નામની એક નવલકથામાં એક ગાંધીવાદી માસિકના વિવેચકને ટીકા કરવા માટે પણ એ સિદ્ધાંત દેખાયો નહિ - બીજી ઘણી ભૂલો જડવા છતાં - ત્યારે મને લાગ્યું કે એ હકીકત મેં પ્રસ્તાવનામાં લખી હોત તો કદાચ તે તરફ તેમનું લક્ષ જાત ખરું - અને બીજા વિવેચકોનું પણ ! અને નમ્રતાપૂર્વક પોતે જ પ્રસ્તાવનામાં સ્વીકારી લીધેલી ખામીઓ ખરેખર સાચી ખામીઓ છે જ એમ વગર ચર્ચાએ માની લઈને વિવેચકો હજી સુધી મારા મતને ગ્રાહ્ય કરી ચાલ્યા કરે છે એટલે ‘સ્નેહસૃષ્ટિ’ની પ્રસ્તાવનામાં આટલું જ લખવું અનુકૂળ થશે કે આ કથા પણ મારી જાણીતી થયેલી ખામીઓવાળી નવલકથા છે. માત્ર બે બાબતો નોંધી લઉં : એક તો એ કે ‘ઝંઝાવાત’થી શરૂ થતી મારી સામાજિક નવલકથાઓ ગાંધીજીના અવસાનયુગ પછીની છે. જ્યારે એ પહેલાંની કથાઓ ગાંધીજીના વાતાવરણને સહારે લખાતી હતી. સ્વતંત્ર ભારતના હૃદયને ગાંધીજીના અનુયાયીઓ હજી સંતોષ આપી શક્યા નથી. અને હિંદનું માનસ હજી થાળે પડ્યું નથી, એ વ્યાપક વાતાવરણને પડછે લખાયલી કથાઓમાંની આ ‘સ્નેહસૃષ્ટિ’ પણ એક કથા છે એ પ્રથમ નોંધ. બીજી નોંધ એ કે આ આખી વાત મારી રશિયાની મુસાફરી પહેલાં જ પૂરી થઈ છે. સામ્યવાદી-સમાજવાદી વિચારસરણીનાં કેટલાંક તત્ત્વો મને ગમે છે; ગાંધીવાદ સાથે, મારા મત અનુસાર, એ સામ્ય પણ ધરાવે છે, અને અહિંસક માર્ગે આપણે એ તત્ત્વોને અપનાવીશું નહિ તો હિંસાનો માર્ગ આપણને એ તત્ત્વો તરફ ખેંચી જવા મથશે જ એવી મારી દૃઢ થતી જતી માન્યતાનું પ્રતિબિંબ મારી પ્રત્યેક નવલકથામાં હોય, એનો અર્થ એમ નથી જ કે એ માન્યતા પાછળ રશિયાની મુસાફરી કે સામ્યવાદનાં સર્વાંગી આકર્ષણ હોવાં જ જોઈએ. સામ્યવાદની હિંસા અને સિદ્ધિ તથા સાધનની સમાનવિશુદ્ધિ પ્રત્યેની અશ્રદ્ધા મને જરાય ખપતાં નથી. એટલી સ્પષ્ટતા મારા માનસને સ્પષ્ટ કરશે એવી આશા રાખી શકું ?
કથા વાંચવા સરખી લખાઈ હોય તો મારા સરખા સામાન્ય લેખકને સંતોષ થશે.
વડોદરા, તા. ૨૫-૨-૧૯૫૩
‘સ્નેહસૃષ્ટિ’ ત્રીજી આવૃત્તિનું પુનર્મુદ્રણ થાય છે એથી અંગત રીતે સંતોષ અનુભવું છું.
પ્રકાશકો અને વાચકોનો આભાર.
મુંબઈ- ૧૬, તા. ૧-૫-’૭પ
❀
રમણલાલ વ. દેસાઈ
|
|
આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૫ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1965 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |